નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) સોમવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેર (Corona second wave) ખતરનાક બની છે. દેશમાં પ્રથમ વખત કોરોના વાયરસના એક લાખથી પણ વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,03,558 કેસ નોંધાયા છે. જેની સામે 52,847 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 478 લોકોએ કોરોનાથી જીવ (Death) ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર 92.8 ટકા અને મોતનો દર 1.3 ટકા થયો છે.
નવા રેકોર્ડ કેસની સાથે સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7,41,830 થઈ છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 1,25,89,067 થયા છે. આ સાથે જ 1,16,82,136 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યારસુધી કુલ 1,65,101 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ કોરોના સામે લડવા માટે દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે. અત્યારસુધી દેશમાં કુલ 7.9 કરોડ લોકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો: અમદાવાદ: 'તું ચિંતા ન કર, મેં તેરે સે શાદી કરકે રહુંગા,' લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ
આજની હાઇલાઇટ્સ:
>>દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એક જ દિવસમાં 50 હજાર વધી. પ્રથમ વખત એક લાખથી વધારે નવા કેસ નોંધાયા.
>> એક દિવસમાં વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાયા. ફ્રાંસમાં 60.9 હજાર, અને તુર્કીમાં 42 હજાર કેસ નોંધાયા.
>> મહારાષ્ટ્રમાં અત્યારસુધીના સૌથી વધારે 57 હજાર નવા કેસ નોંધાયા.
>> મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 222 મોત, પંજાબમાં 51 અને છત્તીસગઢમાં 36 મોત.
>> 15 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 1 હજારથી વધારે નવા કેસ. 8 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ હજારથી વધારે નવા કેસ.
આ પણ વાંચો: નક્સલી હુમલામાં 24 જવાન શહીદ, જાણો એન્કાઉન્ટરની કહાની જવાનોની જુબાની
રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2875 કેસ
રવિવારે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 2,875 કેસ નોંધાયા છે. જેની સામે 2,024 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)નાં કારણે 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,566 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.81 ટકા છે.
આ પણ વાંચો: અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી
અત્યારસુધીમાં 64,89,441 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 7,83,043 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,98,737 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. વન મંત્રી ગણપતસિંહ વસાવા અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે.
રવિવારે અમદાવાદમાં 676, સુરતમાં 724, વડોદરામાં 367, રાજકોટમાં 276, જામનગરમાં 97, ભાવનગરમાં 77, ગાંધીનગરમાં 65, પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા, ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24 સહિત કુલ 2,875 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 14 દર્દીનાં મોત થયા છે. સુરતમાં 8, અમદાવાદમાં 4 જ્યારે વડોદરા અને અમરેલીમાં 1-1 દર્દીઓના મોત થયા છે.