દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો, 35 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણ (corona Vaccine) કાર્યક્રમ વચ્ચે કોરોનાના કેસમાં (Corona virsu cases) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 9મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 56,332 વ્યક્તિને એક જ દિવસમાં 976 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 234 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે.
Corona updates India: મહારાષ્ટ્રમાં કુલ મોતનો આંકડો 51 હજાર થયો, આ આંકડો દેશમાં કુલ મોતના 33 ટકા છે. 17 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 13,083 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14,808 દર્દી સાજા (Recover) થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,07,33,131 થયા છે, જેમાંથી 1,04,09,160 દર્દી સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાથી 137 લોકોનાં મોત થયા છે, આ સાથે દેશમાં કોરોનાને કારણે કુલ 1,54,147 મોત (Death) થયા છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી 1.4 ટકા છે, જ્યારે સાજા થવાનો દર 97 ટકા છે.
હાલ દેશમાં કોરોનાના 1,69,824 સક્રિય કેસ છે. 29મી જાન્યુઆરીના રોજ દેશભરમાં 7,56,329 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 19,58,37,408 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
હાલ કોરોના સામે લડવા માટે દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે. દેશમાં 24 કલાકમાં 5,71,974 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કુલ 35,00,027 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે હાલ રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આખા દેશમાં એક સાથે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
>> કેરળમાં 6.3 હજાર, મહારાષ્ટ્રમાં 2.8 હજાર અને તામિલનાડુમાં 5.9 નવા કેસ નોંધાયા. >> કેરળ અને મહારાષ્ટ્રને બાદ કરી નાખો તો આખી દેશમાં 4,044 નવા કેસ નોંધાયા છે. >> મહારાષ્ટ્રમાં 56, કેરળમાં 22 અને પંજાબમાં 11 મોત નોંધાયા. >> મહારાષ્ટ્રમાં કુલ મોતનો આંકડો 51 હજાર થયો. આ આંકડો દેશમાં કુલ મોતના 33 ટકા છે. >> 17 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. >> છ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સાજા થવાનો દર 99 ટકા થયો. >> સક્રિય કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 16માં નંબર પર પહોંચ્યું.
" isDesktop="true" id="1068060" >
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો:
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં નવા 335 કેસ નોંધાયા હતા, જેની સામે 463 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.94 ટકા થયો છે. રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં શુક્રવારે 56,935 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આી હતી. આ સાથે અત્યારસુધી કુલ 2,12,737 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાને કારણે એક મોત નોંધાયું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યાંક 4,885 થયો છે. રાજ્યમાં હાલ કોરોનાના 3,589 સક્રિય કેસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર