જલ્દી હારશે કોરોના! દુનિયાભરમાં ફક્ત 0.4 ટકા છે ગંભીર કેસ, 8 કરોડથી વધારે થયા સ્વસ્થ

જલ્દી હારશે કોરોના! દુનિયાભરમાં ફક્ત 0.4 ટકા છે ગંભીર કેસ, 8 કરોડથી વધારે થયા સ્વસ્થ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકા કોરોના વાયરસ મહામારીથી વિશ્વનો સૌથી વધારે પ્રભાવિત દેશ છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Virus)મહામારી શરૂ થયાને એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. લાંબા સમય પછી વેક્સીન (Covid-19 Vaccine)તૈયાર થવાના કારણે એક આશા જોવા મળી રહી છે. આ વચ્ચે એક સારી ખબર એ આવી છે કે વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે દુનિયામાં હાલ કોવિડ-19ના 2 કરોડ 54 લાખ 25 હજાર 757 એક્ટિવ કેસ છે. જેમાં ગંભીર રૂપથી બીમાર દર્દીઓની સંખ્યા ફક્ત 99 હજાર 300 એટલે કે 0.4 ટકા છે.

  વર્લ્ડોમીટરના મતે આખી દુનિયામાં અત્યાર સુધી કોવિડ-19ના 10 કરોડ 88 લાખ 7 હજાર 733 કેસ આવી ચૂક્યા છે. જેમાંથી 23 લાખ 95 હજાર 906 દર્દીઓના મોત થયા છે. અમેરિકા કોરોના વાયરસ મહામારીથી વિશ્વનો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જ્યાં અત્યાર સુધી 2 કરોડ 81 લાખ 6 હજાર 704 કેસ આવ્યા છે. જેમાં 4 લાખ 92 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ પણ વાંચો - આ તારીખે પૃથ્વી પાસેથી પસાર થશે બુર્જ ખલીફાથી ડબલ મોટો એસ્ટરોઇડ, NASAએ ગણાવ્યું ખતરનાક

  પ્રભાવિત દેશોમાં ભારત બીજા સ્થાને છે. જ્યાં અત્યાર સુધી 1 કરોડ 8 લાખ 92 હજાર 550 દર્દીઓમાંથી 1 લાખ 55 હજાર 588 દર્દીઓના મોત થયા છે. અમેરિકામાં એક્ટિવ કેસની સંખ્યા 95 લાખ 73 હજાર 871 છે. જ્યારે ભારતમાં આ આંકડો 1 લાખ 38 હજાર 253 છે. ભારતમાં કોવિડ-19ના ગંભીર મામલાની સંખ્યા 8 હજાર 944 છે. અમેરિકા પછી મહામારી દરમિયાન બ્રાઝિલમાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝિલમાં મોતનો આંકડો 2 લાખ 37 હજાર 601 છે.

  વેક્સીનને લઈને આવી સારી ખબર

  આ આંકડા વચ્ચે સારી ખબર એ છે કે અત્યાર સુધી 8 કરોડ 9 લાખ 66 હજાર 70 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. વેક્સીન પ્રોગ્રામ શરૂ થયા પછી દુનિયા મહામારી સામે જંગ જીતવા તરફ છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ બતાવે છે કે દુનિયામાં અત્યાર સુધી લગભગ 15.71 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ભારત આ મામલામાં આગળ છે. ભારતમાં અત્યાર સુધી 75 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે
  Published by:Ashish Goyal
  First published:February 13, 2021, 19:59 pm