Coronavirus Update: કોરોના સંક્રમણમાં વધારો, 24 કલાકમાં 14,623 નવાં દર્દી, 197નાં મોત

ફાઇલ ફોટો

Coronavirus Update: નવાં આંકડાને મેળવી દેશમાં કૂલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે. તો, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 621 દર્દીઓનાં મોત થયા છે. હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓનું ઇલાજ ચાલુ છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનાં કેસમાં સામાન્ય વધારો (Corona Case) નોંધાયો છે. ગત 24 કલાકમાં દેશમાં 14,623 નવાં કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન 197 દર્દીઓનાં મોત થઇ ગયા છે. નવાં આંકડા મેળવી દેશમાં કૂલ કોરોના સંક્રમિતોની (Covid-19 Virus) સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે. તો, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 621 દર્દીઓનાં મોત થયા છે. હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓનું ઇલાજ (Corona Vaccine) ચાલુ છે

    ગુજરાતમાં કોરોનાનાં 18 નવાં કેસ સામે આવ્યાં- ગુજરાતમાં મંગળવારે કોરોનાનાં 18 નવાં કેસ સામે આવ્યાં છે હાલમાં રાજ્યમાં 26 રિકવરીનાં કેસ છે જ્યારે કોરોનાથી કોઇનું મોત થયું નથી. હાલમાં રાજ્યમાં 185 કોરોનાનાં એક્ટિવ કેસ છે. જેમાં શહેરની વાત કરીએ તો, રાજકોટમાં 3, અમાદવાદમાં 2, સુરતમાં 2 અને જામનગરમાં એક કેસ નોંધાયો છે. જીલ્લાની વાત કરીએ તો વલસાડમાં 5, નવસારીમાં 4 અને જુનાગઢમાં એક કેસ નોંધાયો છે.



    મહારાષ્ટ્રમાં કોરોનાનાં 1,638 નવાં કેસ સામે આવ્યાં- મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાનાં 1638 નવાં કેસ સામે આવ્યાં છે. જેમાં સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા વધીને 65,94,820 થઇ ગઇ છએ. જ્યારે 49 લોકોનાં મોત થયા છે આ સાથે જ મૃતકોની સંખ્યા 1,39,865  સુધી પહોંચી છે જે માહિતી રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

    કેરળમાં સૌથી વધુ 7 હજાર કેસ સામે આવ્યાં- કેરળમાં મંગળવારે કોરોનાનાં 7,643 નવાં કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કૂલ સંક્રમિતોની સંખ્યા વધીને 48,59,434 થઇ ગઇ છે. રાજ્યમાં ગત 24 કલાકમાં મહામારીથી 77 લોકોનાં મોત થઇ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ 27,002 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: