Coronavirus News Live Updates, 19 August 2021: દેશમાં કોરોના સંક્રમણ (India Corona Cases)નો કહેર ફરીથી વધી રહ્યો હોય એવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક 500ને પાર કરી ગયો છે. પાંચ દિવસ બાદ મૃત્યુનો આંકડો 500ને પાર ગયો છે. ભારતમાં કોવિડ સામે લડતાં અત્યાર સુધીમાં 4 લાખ 33 હજાર લોકોએ પોતાના જીવ (Covid Deaths in India) ગુમાવ્યા છે અને આ આંકડામાં સતત વૃદ્ધિ થવી તે ચિંતાનું કારણ છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign) પણ વેગવંતુ બન્યું છે બુધવારના 24 કલાકમાં વધુ 56,36,336 લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ સંક્રમણ (Gujarat Corona Cases)ના કેસોમાં આંશિક વધારો નોંધાયો છે, અને આંકડો 20ને પાર કરી ગયો છે.
દેશમાં મૃત્યુઆંક ફરી 500ને પાર
ગુરુવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,401 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 530 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,23,22,258 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 56,64,88,433 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારના 24 કલાકમાં 56,36,336 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં 50 કરોડથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ
કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 15 લાખ 25 હજાર 80 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,157 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,64,129 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,33,049 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,03,00,840 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 18,73,757 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત (Gujarat Coronavirus updates)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 16 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10078 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,16,15,853 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,84,246 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 9, આણંદમાં 2, અરવલ્લી, ભરુચ, ભાવનગર, દાહોદ, પોરબંદર, રાજકોટમાં 1-1 સહિત કુલ 23 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 4, જામનગર, ખેડામાં 2-2, જૂનાગઢ, આણંદમાં 1-1 સહિત કુલ 16 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 186 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814972 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર