Unlock-5: 7 મહિના બાદ આજથી ખુલી રહ્યા છે સિનેમા હૉલ, મૂવી જોતાં પહેલા જાણી લો આ નિયમ

Unlock-5: 7 મહિના બાદ આજથી ખુલી રહ્યા છે સિનેમા હૉલ, મૂવી જોતાં પહેલા જાણી લો આ નિયમ
આવો જાણીએ સિનેમા હૉલમાં જઈને મૂવી જોવા માટેના શું છે નિયમ

આવો જાણીએ સિનેમા હૉલમાં જઈને મૂવી જોવા માટેના શું છે નિયમ

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Covid-19 Pandemic)ની વચ્ચે અનલૉક-5 (Unlock-5) હેઠળ આપવામાં આવેલી છૂટ આજથી લાગુ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી જાહેર ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓક્ટોબર બાદ સિનેમા હૉલ (Cinema Hall), એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલને ખોલવાની મંજૂરી હશે. દેશના 10 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મલ્ટીપ્લેક્સ આજથી ખુલી રહ્યા છે. ગુરુવારે 487 સ્ક્રીન પર ફિલ્મ દર્શાવવાનું શરૂ કરવામાં આવશે. જોકે, સિનેમા હૉલમાં પહેલાની તુલનામાં 50 ટકા દર્શકો જ ફિલ્મનો આનંદ ઉઠાવી શકશે. મંત્રાલયે 50 ટકા ક્ષમતાની સાથે સિનેમા હૉલ ફરી ખોલવાની મંજૂરી આપી છે.

    આવો જાણીએ સિનેમા હૉલમાં જઈને મૂવી જોવા માટે શું છે નિયમ



    1. સિનેમા હોલની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર 50 ટકા સીટો પર જ દર્શક બેસી શકશે. એટલે કે એક સીટ છોડીને એક પર દર્શકને બેસાડવાની મંજૂરી હશે. ખાલી સીટ પર નિશાન લગાવવું અનિવાર્ય હશે.

    2. સિનેમા હોલની અંદર હાથ ધોવા અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે.

    3. તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવશે.

    4. દરેક દર્શકનું બોડી ટેમ્પરેચર માપવામાં આવશે.

    5. ટિકિટ વેચવા માટે વધુ કાઉન્ટર ખોલવામાં આવશે, પરંતુ ઓનલાઇન બુકિંગને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

    આ પણ વાંચો, ‘તાનાજી’ની સાથે જ આ 5 ફિલ્મો ફરીથી થઈ રહી છે રિલીઝ, અહીં જુઓ LIST

    6. ખાવા-પીવાનો સામાન પેકિંગમાં જ મળશે અને તેના માટે પણ વધુ કાઉન્ટર ખોલવામાં આવશે.

    7. સિનેમા હોલના સ્ટાફની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. તેમના માટે હાથના મોજા, પીપીઇ કિટ અને માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    8. સિનેમા હોલને સંપૂર્ણપણે ડી-સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
    દરેક શૉ બાદ આવું કરવું જરૂરી રહેશે. હાલમાં હોલની અંદરનું તાપમાન પણ 24થી 30 ડીગ્રીની વચ્ચે રાખવામાં આવશે.

    9. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં હવા અવર-જવરની વ્યવસ્થા કરવાની રહેશે.

    10. દરેક શૉની પહેલા અને ઇન્ટરવલમાં કોરોનાથી બચાવ માટે જરૂરી દિશા-નિર્દેશોની એક મિનિટની ફિલ્મ દર્શાવવામાં આવશે.

    આ પણ જુઓ, Viral Video: હાઇવે પર ડ્રાઇવર વગર દોડી રહી હતી કાર, લોકોએ પૂછ્યા આવા સવાલ

    નોંધનીય છે કે, દરેક સિનેમા હોલમાં તેની કુલ ક્ષમતાના 50 ટકા દર્શકોને જ બેસવાની મંજૂરી હશે અને તમામ લોકોને માસ્ક પહેરવાનો રહેશે. સરકારનું કહેવું છે કે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, સિનેમા હોલના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત લોકો સાથે વિચાર વિમર્શ કરીને 6 સપ્ટેમ્બરે SOP જાહેર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી હતી, ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલય સાથે મંત્રણા કરી આ SOP જાહેર કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:October 15, 2020, 07:06 am

    ટૉપ ન્યૂઝ