ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ

News18 Gujarati
Updated: May 25, 2020, 10:29 AM IST
ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ
ભારતના ટોચના ચિકિત્સા જાણકારોનું કહેવું છે કે કોવિડ 19ની વેક્સીન થયા પછી ઓછામાં ઓછા 6 મહિના પછી તેમાં માનવ પરીક્ષણ શરૂ થઇ શકે છે. રીઝનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના નિર્દેશક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રમુખ ડૉ. રજનીકાંતે કહ્યું કે પુણેમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની પ્રયોગશાળામાં આ વાયરસનું સ્ટ્રેન પૃથક કરવામાં આવ્યું છે. જેને વેક્સીન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સ્ટ્રેનને સફળતાપૂર્વક ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડમાં સ્થાનાંતરિક કરવામાં આવ્યું છે.

ભારતમાં જુલાઈની શરૂઆત સુધીમાં 6,30,000થી 21 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે

  • Share this:
વોશિંગટનઃ ભારત (India) પણ દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના હોટસ્પોટ પૈકીનો એક દેશ બની ગયો છે અને અહીં સંક્રમણના કેસ 1,38,500થી પણ વધુ થઈ ચૂક્યા છે. ભારતમાં સંક્રમણ (Covid-19)થી 4,021 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હવે યુનિવર્સિટી ઓફ મિશિગન (University of Michigan) અને જોન હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University)એ કોરોના મોડલ વિશે ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા સપ્તાહ સુધી 21 લાખ લોકો સંક્રમણનો શિકાર થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ મિશિગનમાં બાયોસ્ટૈટિસ્ટિક્સ અને મહામારો રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખર્જી (Bhramar Mukherjee)એ ન્યૂઝ એજન્સી રોયટર્સને ભારત માટે તૈયાર કરવામાં આવેલા મોડલ વિશે જાણકારી આપી છે કે અહીં સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. પ્રોફેસર ભ્રમર મુખર્જીનું કહેવું છે કે ભારતમાં સંક્રમણના કેસ વધવાની ગતિ હજુ ધીમી નથી થઈ. સરકારી આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ દર 13 દિવસે બમણાં થઈ રહ્યા છે. એવામાં સરકારના લૉકડાઉન સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છૂટ આપવી મુશ્કેલ વધારી શકે છે.

ભ્રમર મુખર્જીએ કહ્યું હતું, મે મહિનામાં થઈ જશે 1 લાખ કેસ

આ પહેલા પ્રોફેસર ભ્રમર મુખર્જીની ટીમે જ એપ્રિલમાં સૌથી પહેલા જણાવ્યું હતું કે મધ્ય મે સુધી ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખથી વધુ થઈ જશે. હવે મુખર્જીની ટીમનું અનુમાન છે કે ભારતમાં જુલાઈની શરૂઆત સુધી 6,30,000થી 21 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.


આ પણ વાંચો, 5 રાજ્યમાં રેડ અલર્ટ! લૂની સાથે 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે પારો

સમાચાર એજન્સી રોયટર્સનું કહેવું છે કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણમાં વૃદ્ધિ સાથે જોડોયલા આ અનુમાનો પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. નોંધનીય છે કે દેશભરમાં સંક્રમણના કુલ કેસનો પાંચમો હિસ્સો માત્ર મુંબઈ શહેરમાં છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટી અને મુખર્જીની ટીમે ભારતમાં અત્યારની સ્વાસ્થ્ય સેવાઓ અને હૉસ્પિટલોમાં બૅડ અને વેન્ટિલેટર્સની અછત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં હાલમાં લગભગ 714,000 હૉસ્પિટલ બેડ્સ છે જયારે વર્ષ 2009માં આ સંખ્યા લગભગ 540,000 હતી.

આ પણ વાંચો, આવી ગઈ કોરોનાની એક્સપાયરી ડેટ! આ તારીખ બાદ ખતમ થશે મહામારી
First published: May 25, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading