UAE: ઈસ્લામ વિરોધી કોમેન્ટ્સ કરવાના કારણે બે ભારતીયોનો મુશ્કેલીમાં મૂકાયા

UAE: ઈસ્લામ વિરોધી કોમેન્ટ્સ કરવાના કારણે બે ભારતીયોનો મુશ્કેલીમાં મૂકાયા
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પર્યટન, રિયલ એસ્ટેટ, હોટલ રેસ્ટોરન્ટ, રિટેલ ઉદ્યોગની સ્થિતિ ખરાબ છે. પર્યટન સાથે જોડાયેલી તમામ કંપનીઓ હાલ નુક્શાનની માર સહન કરી રહી છે. જ્યારે રિયલ એસ્ટેટની 50 ટકા કંપનીનું દેવાળું ફુકાઇ ગયું છે. રિટેલ ઉદ્યોગથી જોડાયેલા લોકોનું કહેવું છે તેમના કામમાં 70 ટકાનો ઘટાડો થયો છે. અને આ સર્વેમાં 48 ટકા કંપનીઓએ કહ્યું છે કે આ મહામારીથી બહાર આવવા માટે તેમની પાસે કોઇ પ્લાન તૈયાર નથી.

તબલીગી જમાતને લગતા ફેક ન્યૂઝ અંગેની પોસ્ટ કરવી આ ભારતીયને ભારે પડી, થઈ શકે છે આકરી કાર્યવાહી

 • Share this:
  અબુ ધાબીઃ યૂએઈ (UAE) ખાતે કાર્યરત એક ભારતીય (Indian)ને સોશિયલ મીડિયા પર ઈસ્લામ વિરોધી (Islamophobic) પોસ્ટ કરતાં મુશ્કેલીમાં મૂકાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ભારતીય દ્વારા કરવામાં આવેલી પોસ્ટના કારણે મુસ્લિમ સુમદાયની લાગણી દુભાઈ છે.

  અબુ ધાબી ખાતેની ફર્મમાં ફાયનાન્સિયલ મેનેજર તરીકે કાર્યરત મિતેષે ફેસબુક (Facebook) પર ઈસ્લામ વિરોધી પોસ્ટ કરતાં હવે તેની સામે કાયદાકિય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, મિતેષે ગ્રાફીક ઇમેજની મદદથી પોસ્ટ કર્યું હતું કે, ‘જેહાદી કોરોના વાયરસ સ્યૂસાઇડ સ્પીટર’ (jihadi coronavirus suicide spitter)થી 2000 લોકોનાં મોત થઈ શકે છે જેની તુલનામાં જેહાદી બોમ્બર પોતાની જાતને ઉડાવી દઈને માત્ર 20 લોકોને જ મારી શકે છે.  ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, મિતેષે આ પોસ્ટ એ ફેક ન્યૂઝના આધારે કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તબલીગી જમાત (Tablighi Jammat)ના કોરોના સંક્રમિત લોકોએ પોલીસ પર થૂંકની ગેરવર્તન કર્યું હતું.

  ફેક ન્યૂઝના આધારે દોરવાયેલા મિતેષની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થનિકો મુસ્લિમો ગુસ્સે ભરાયા હતા અને તેમણે મિતેષને તાત્કાલિક અસરથી નોકરીથી હાંકી કાઢીને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નોંધનીય છે કે, ગલ્ફ ન્યૂઝનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ, મિતેષની કંપનીના લિગલ ડિપાર્ટમેન્ટ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

  કંપની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. જો મિતેષે આ પોસ્ટ મૂકી છે તે પુરવાર થશે તો તેની સામે દેશના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેની હકાલપટ્ટી થશે. અમે આ બાબતે ઝીરો ટોલરન્સ પોલિસીનું પાલન કરીશું.

  ‘પાકિસ્તાન પાછો જતો રહે’

  એક સપ્તાહ પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભારતથી નોકરીની શોધખોળમાં આવેલી વ્યક્તિને કંપનીના માલિકે પાકિસ્તાન જતા રહો તેવું કહ્યું હતું.

  આ પણ વાંચો, Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

  મહારાષ્ટ્રના વતની 42 વર્ષીય શમશાદ આલમે ગલ્ફ ન્યૂઝને પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, તેણે યૂએઈ ખાતેની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી માટે કંપનીના માલિકને વોટ્સએપ પર બાયોડેટા મોકલ્યો હતો. તો કંપનીના માલિક એસ. ભંડારીએ તેને ‘પાકિસ્તાન પાછો જતો રહે’ (go back to Pakistan) તેવો વળતો જવાબ આપ્યો હતો.

  જ્યારે શમશાદે આ અંગે ભંડારી સાથે વાત કરી તો શમશાદને ધમકાવ્યો અને પોલીસમાં રિપોર્ટ કરવાની ધમકી પણ આપી હતી. ત્યાબાદ શમશાદ આલમે ભંડારી સાથે દુબઈ પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

  આ પણ વાંચો, દેશમાં કોરોનાના નવા 20 હૉટસ્પૉટ જાહેર, અહીં ઝડપથી વધી રહ્યા છે કેસ

   
  Published by:News18 Gujarati
  First published:April 07, 2020, 13:25 pm