Corona Train Guidelines: શું ટ્રેનમાં ચઢતા પહેલા કરાવવો પડશે Corona Test? જાણો - દરેક સવાલનો જવાબ

Corona Train Guidelines: શું ટ્રેનમાં ચઢતા પહેલા કરાવવો પડશે Corona Test? જાણો - દરેક સવાલનો જવાબ
કોરોના ટ્રેન ગાઈડલાઈન

ટ્રેનમાં મુસાફરી અંગે પણ દરેકના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, બીજા રાજ્યોમાં જવા સરકારે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કોઈ નવા નિયમો બનાવ્યા છે?

 • Share this:
  નવી દિલ્હી : દેશભરમાં કોરોનાવાયરસની બીજી લહેરથી ગભરાટ ફેલાયો છે. ઘણા લોકો કોરોનાના ડરથી ફ્લાઇટમાં મુસાફરી કરવામાં અચકાતા હોય છે. એવા અહેવાલો આવ્યા હતા કે, કેટલાક લોકોએ પોતાની ટિકિટ પણ રદ કરાવી દીધી છે, જેને પગલે એરલાઇન્સે અંતિમ ક્ષણે પોતાની ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આનું એક કારણ, કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે અનેક સ્થળોએ લોકડાઉનને ફરીથી લાગુ કરવા પર ચાલી રહેલી ચર્ચા છે, જ્યારે બીજું કારણ જુદા જુદા રાજ્યોમાંથી આવતા અન્ય લોકો માટે અલગ અલગ નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. જેમ કે મહારાષ્ટ્રથી દિલ્હી આવનાર યાત્રિ માટે RT-PCR નેગેટિવ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેનો સમય પણ 72 કલાકથી વધુ ન હોવો જોઈએ. આવી સ્થિતિમાં ટ્રેનમાં મુસાફરી અંગે પણ દરેકના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, બીજા રાજ્યોમાં જવા સરકારે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કોઈ નવા નિયમો બનાવ્યા છે?

  રાહતના સમાચાર એ છે કે, રેલ્વેના જણાવ્યા મુજબ હાલમાં ટ્રેન સેવાઓ બંધ કરવાની અથવા ટ્રેનોને ઘટાડવાની કોઈ યોજના નથી. આ ઉપરાંત રેલ્વેએ એમ પણ કહ્યું છે કે, મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ ટ્રેનો દોડી શકાય છે. ચાલો આપણે રેલ મુસાફરીને લગતા તમામ પ્રશ્નો પર એક નજર કરીએ, જેના જવાબ તમે જાણવા માંગો છો.  આ પણ વાંચો - માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: 3 વર્ષના બાળકે 8 મહિનાના ભાઈ પર ચલાવી ગોળી, માસૂમનું મોત

  શું ટ્રેનમાં ચઢવા માટે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે?

  રેલ્વે તરફથી આવી કોઈ માર્ગદર્શિકા હાલમાં નથી. રેલ્વેએ ફક્ત એટલું જ કહ્યું છે કે, દરેક મુસાફરોને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી છે. રેલવેએ કહ્યું છે કે, મુસાફરોએ તાજેતરના કોવિડ -19 માર્ગદર્શિકા અને રાજ્ય સરકારોના પ્રોટોકોલોનું પાલન કરવું પડશે. એટલે કે, જો રાજ્ય સરકાર ટ્રેનમાંથી ઉતર્યા પછી કોવિડ પરીક્ષણનો રિપોર્ટ માંગે છે, તો તેઓએ તે બતાવવું પડશે. પરંતુ હાલમાં કોઈ પણ રાજ્યએ આવી કોઈ માર્ગદર્શિકા બનાવી નથી.

  કોરોના વધતા ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થશે?

  રેલ્વે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માએ મુસાફરોને ખાતરી આપી હતી કે, ટ્રેનોની અછત રહેશે નહીં અને ટ્રેનોની માંગ વધતાં જ રેલવે વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરશે. તેમણે કહ્યું, 'રેલ સેવા બંધ કરવાની અથવા ટ્રેનો ઘટાડવાની કોઈ યોજના નથી. અમે જરૂરિયાત મુજબ વધારે ટ્રેનો દોડાવીશું. પરેશાનીની કોઈ વાત નથી. ઉનાળામાં મુસાફરોની સંખ્યા સામાન્ય છે અને ભીડ ઘટાડવા માટે અમે વધારાની ટ્રેનોની જાહેરાત કરી દીધી છે.'

  આ પણ વાંચોકપૂરના તેલના ફાયદા અગણિત, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત

  શું કોરોનાને કારણે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ થયું છે?

  જીહાં, કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે ભારતીય રેલ્વેએ ઘણા રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સ્ટેશન પર કોઈ ભીડ ન થાય તે માટે રેલ્વેએ આ નિર્ણય લીધો છે. મધ્ય રેલ્વેએ તાત્કાલિક અસરથી મુંબઇ સીએસએમટી સહિત તેના છ લાંબા અંતરના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ અટકાવી દીધું છે. સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતરે જણાવ્યું હતું કે, મુંબઈ CSMT સિવાય LTT, કલ્યાણ, થાણે, દાદર અને પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે, જ્યાંથી લાંબા અંતરની ટ્રેનો દોડે છે.

  શું ફરીથી શ્રમિકો માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે?

  ભારતીય રેલ્વેના સેન્ટ્રલ રેલ્વે ઝોને તેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. રેલવેએ લખ્યું છે કે, હાલમાં રેલ્વે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કોઈ યોજના બનાવી નથી. સેન્ટ્રલ રેલ્વેએ એક ટ્વિટમાં લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર આ માહિતી ખોટી રીતે ફેલાવવામાં આવી છે કે, રેલ્વે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છે. રેલ્વેએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી નથી, અથવા તેચલાવવાની કોઈ યોજના પણ નથી. રેલવે દ્વારા થોડા જ રૂટો પર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. કૃપા કરીને કોઈ પણ પ્રકારની અફવાઓ ન આવો.
  Published by:kiran mehta
  First published:April 11, 2021, 16:53 pm

  ટૉપ ન્યૂઝ