પ્રવાસીઓને રોકવાનો કોઈ હેતુ નથી, પરંતુ કોરોના નિયમોનું પાલન કરવું જરૂરી: જી કિશન રેડ્ડી

પ્રતિકાત્મક તસવીર

Coronavirus India Tourism: પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, દેશના દરેક વ્યક્તિએ કોવિડ યોદ્ધા બનવાનું છે અને માત્ર ત્યારે જ આપણે તેને પરાજિત કરી શકીએ છીએ.

 • Share this:
  નવી દિલ્લી:  પ્રવાસન મંત્રી પ્રધાન જી કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે, સરકારનો હેતુ પ્રવાસીઓને રોકવાનો નથી, પરંતુ કોરોના વાયરસના ચેપને ફેલાવવા અટકાવવા અમારે કોવિડનો ફેલાવો અટકાવવો પડશે. કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. રેડ્ડીએ પ્રવાસીઓને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જો રોગચાળાને હરાવવો હોય તો દરેક વ્યક્તિને કોરોના યોદ્ધા બનવું પડશે.

  સંસ્કૃતિ અને પ્રવાસન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી રેડ્ડીએ ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સની મુલાકાત લીધા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, "જોકે રાજ્ય સરકારોની જવાબદારી છે, અમે કોવિડ પ્રોટોકોલને અનુસરવા માર્ગદર્શિકા બહાર પાડી છે." કોવિડ -19નો ફેલાવો ફક્ત સામાન્ય લોકોની ભાગીદારીથી રોકી શકાય છે. ભારત સરકાર વતી, હું તમામ પ્રવાસીઓને અપીલ કરું છું કે, કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરો જે ફક્ત તેમની સલામતી માટે બનાવવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: મેહુલ ચોકસીને ડોમિનિક કોર્ટે આપ્યા જામીન, સારવાર કરાવવા માટે જશે એન્ટીંગા

  પ્રવાસન મંત્રીએ કહ્યું કે, દેશના દરેક વ્યક્તિએ કોવિડ યોદ્ધા બનવાનું છે અને માત્ર ત્યારે જ આપણે તેને પરાજિત કરી શકીએ છીએ. સરકાર પર્યટકોને જરાય રોકવા માંગતી નથી, પરંતુ તમામ લોકોને સલામત રાખવીએ પણ આપણી જવાબદારી છે. રેડ્ડીએ કહ્યું કે, લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોવિડ -19 રોગચાળાની બીજી લહેર દરમિયાન તેમના શહેરો, નગરો અને જિલ્લાઓમાં હજારો લોકો કેવી રીતે જીવ ગુમાવ્યાં. તેથી જ કોઈ પણ નિયમ તોડતા પહેલા બે વાર વિચારવું જોઇએ.

  આ પણ વાંચો: જનસંખ્યા નિયંત્રણ કાનૂન પર CM યોગીએ કહ્યું- દરેક મુદ્દાને રાજનીતિક ચશ્માથી જોઇ શકાય નહીં

  મહત્વનું છે કે, ભારતીય મેડિકલ એસોસિએશને પણ કોવિડ -19 સંદર્ભે સરકારો અને લોકોની અસંતોષ અને સમૂહલગ્નમાં ભાગ લેતા ચિંતા વ્યક્ત કરી છે, એમ કહ્યું છે કે, જો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો રોગચાળો ત્રીજી લહેરની સંભાવના પ્રબળ છે.
  Published by:kuldipsinh barot
  First published: