કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
નવા H-1B વીઝા પર અસ્થાઇ રોક પછી મોટોભાગની કંપનીઓએ તે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કામ કરતા H1-B વીઝા વાળા મોટો ભાગના આઇટી પ્રોફેશનલ્સ ભારતીય છે.
અમેરિકા (America) અને વિશ્વમાં કોરોના વાયરસ (Coronavirus Threat)ના વધી રહેલા ખતરાને જોતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Trump) પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
વૉશિંગ્ટન : અમેરિકા (US) અને દુનિયામાં કોરોના વાયરસના (Coronavirus Threat) વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) ભારતીય સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે આખા અમેરિકામાં કોરોના (Coronavirus Cases in US)ના સંક્રમણને લઈને કટોકટી જાહેર કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે સંક્રમણથી લોકોને બચાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
50 અબજ ડૉલરનું ફંડ
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે 50 અબજ ડૉલરના ફંડની જાહેરાત કરી છે. સાથે જ તેમણે અમેરિકાના તમામ રાજ્યમાં કોરોનાના ખતરા સામે લડવા માટે ઇમરજન્સી સેન્ટરો શરૂ કરવાની સૂચના આપી છે.
US President Donald Trump: In the coming weeks we will all have to make changes and sacrifices but these short term sacrifices will produce long term gain. The next eight weeks are critical. pic.twitter.com/Nx8s8DZtmN
નોંધનીય છે કે ન્યૂયૉર્ક ટાઇમ્સના જમાવ્યા પ્રમાણે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમણના બે હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. સાથે જ 40થી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકાએ યૂરોપીથી અમેરિકાના પ્રવાસ પણ સંપૂર્ણ રીતે 30 દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, "આગામી થોડા સમય સુધી આપણે તમામ બદલાવ કરવો પડશે અને બલિદાન આપવું પડશે. તમારા થોડા બલિદાનનો ફાયદો લાંબા સમય સુધી થશે. આગામી આઠ અઠવાડિયા ખૂબ અગત્યના છે."
દુનિયામાં 5040 લોકોનાં મોત
ચીનમાં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે વિશ્વમાં પાંચ હજારથી વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા લોકોની સંખ્યા 1,34,300થી વધારે છે. ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી બે લોકોનાં મોત થઈ ચુક્યા છે. સાથે જ ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા 82 પર પહોંચી છે.
આ બીમારીને કારણે ચીનમાં અત્યાર સુધી 3176 જ્યારે ઇટાલીમાં 1016 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઇરાનમાં આ બીમારીને કારણે 514 લોકોનાં મોત થયા છે. ડિસેમ્બરમાં કોવિડ 19ના ચેપનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ હાલમાં તે 121 દેશમાં ફેલાઇ ચુક્યો છે. 1,34,300થી વધારે લોકોને તેનો ચેપ લાગી ચુક્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર