કોરોનાના ડરમાં અમૃતસરમાં પતિ-પત્નીનો આપઘાત, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો કર્યો ઇન્કાર

News18 Gujarati
Updated: April 4, 2020, 7:45 AM IST
કોરોનાના ડરમાં અમૃતસરમાં પતિ-પત્નીનો આપઘાત, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો કર્યો ઇન્કાર
પ્રતિકાત્મક તસવીર

આ બનાવ અમૃતસરના બાબા બકાલાના સઢીયાલા ગામનો છે. અહીં રહેતા ગુરજિંદર અને તેની પત્ની બલવિન્દર કૌરે આપઘાત કરી લીધો છે.

  • Share this:
નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણ(Coronavirus Infection) ના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સંખ્યા 478 છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસો (Coronavirus Positive Cases)ની સંખ્યા 2547 પર પહોંચી છે. જેને લઇને લોકોમાં ડર (Fear)નો માહોલ ઉભો થયો છે. આવો જ એક મામલો શુક્રવારે પંજાબ (Punjab)ના અમૃતસરમાં જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ અને તેની પત્નીએ કોરોના વાયરસના સંક્રમણના ડરને કારણે આપઘાત (Couple Commits Suicide)કરી લીધો છે. જે બાદમાં ડૉક્ટરોએ લાશનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કરી લીધો છે.

સઢીયાલા ગામનો બનાવ

શુક્રવારની આ ઘટના અમૃતસરના બાબા બકાલાના સઢીયાલા ગામમાં બની હતી. અહીં રહેતા ગુરજિંદર અને તેની પત્ની બલવિન્દર કૌરે આપઘાત કરી લીધો છે. બંનેએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે કોરોના વાયરસને કારણે બંને ચિંતામાં હતાં. આપઘાત બાદ ડૉક્ટરોએ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જે બાદમાં પરિવારના લોકો તેમના મૃતદેહ લઈને પરત ફરી ગયા હતા.

આ પણ વાંચો : Lockdown હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા, જાણો વિવિધ સંભાવના

કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ કોરોના વાયરસના લક્ષણોને કારણે આપઘાત કરી લીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે બંનેએ સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં લખ્યું છે કે, "અમે કોરોના વાયરસના સંક્રમણને કારણે નથી મરવા માંગતા. અમને ચિંતા છે." બંનેએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.

સરકારી કર્ચચારી આપઘાત કરી ચુક્યો છે 

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં બુધવારે રાત્રે એક સરકારી કર્મચારીએ કોરોના વાયરસની ચિંતામાં આપઘાત કરી લીધો છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં કોરોનાના ડરને કારણે આપઘાત કરી રહ્યાની નોંધ છે. એસપી દેહાત વિધાસાગર મિશ્રાએ જણાવ્યું કે 38 વર્ષીય આદેશ સૈનીએ બુધવારે રાત્રે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading