Home /News /national-international /

Coronavirus : કોરોના વાયરસની દહેશત વચ્ચે 'આ' ભારતીયો આઈસોલેશન વોર્ડમાં માંગી રહ્યા છે હૉટલ જેવી સુવિધા

Coronavirus : કોરોના વાયરસની દહેશત વચ્ચે 'આ' ભારતીયો આઈસોલેશન વોર્ડમાં માંગી રહ્યા છે હૉટલ જેવી સુવિધા

ફાઇલ તસવીર

કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે ઈરાન, ઇટાલી, ચીન જેવા દેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા લોકો સહકાર નથી આપી રહ્યા.

    નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દુનિયાના અલગ અલગ દેશમાં ફસાયેલા લોકોને ભારત પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ભારતીયોને હાલ 14 દિવસ માટે આઇસોલેશન (Isolation Ward)માં રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ સ્વાસ્થ્ય અધિકારી (Health Officer)ઓ ફરિયાદ કરી રહ્યા છે કે આ લોકો સહકાર નથી આપી રહ્યા. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)સાથે જોડાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે, હાલ સૌથી મોટી સમસ્યા ક્વૉરન્ટીન (રોગના ચેપથી બચવા અલગ રાખવા) છે. જે લોકો અહીં છે તેઓ સહકાર નથી આપી રહ્યા. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, "આ લોકો ફાઇવ સ્ટાર (Five Star Hotel) જેવી સુવિધા માંગી રહ્યા છે." અધિકારીએ એમ પણ જણાવ્યું કે અમે હોટલોને પે એન્ડ યૂઝની રીતે ઉપયોગ કરવા અંગે દિલ્હી સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જો જરૂર પડશે તો અન્ય રાજ્યના લોકોને પણ આવું કરવાનું કહેવામાં આવશે.

    ઇટાલીથી 218 ભારતીયોને પરત લવાયા

    નોંધનીય છે કે ઇટાલીથી રવિવારે ભારત પરત લાવવામાં આવેલા 218 ભારતીયોને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના છાવલા વિસ્તારમાં આઇટીબીપીના આઇસોલેશન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

    આ પણ વાંચો : સુરત : પ્રેમ સંબંધ તૂટતા પ્રેમીએ પ્રેમિકાના ઘરે કર્યો હંગામો, રૂ. 50 હજારની માંગણી કરી!

    ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)ના એક પ્રવક્તાએ જણાવ્યું કે, "મિલાનમાંથી લાવવામાં આવેલા તમામ 218 લોકો દક્ષિણ પશ્ચિમ દિલ્હીની છાવણીમાં અમારા કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તેઓ અહીં એક પખવાડિયા સુધી રહેશે."

    આ પણ વાંચો : લોન્ચ પહેલા જ ફેમસ એક્ટરના હાથમાં દેખાયો OnePlus 8, જાણો કેવા છે ફિચર્સ

    ઈરાનથી 53 ભારતીયોને લઈને જેસલમેર પહોંચ્યું ખાસ વિમાન

    આ સાથે જ 53 ભારતીયોના એક જૂથને ઈરાનથી ખાસ વિમાનમાં પરત લાવવામાં આવ્યું હતું. આ દળમાં 53 લોકો છે, જેમાં 52 વિદ્યાર્થી અને એક શિક્ષક સામેલ છે. આ દળમાં સામેલ તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ થયું હતું, જે બાદમાં તેમને વેલનેસ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અહીં તેમની 14 દિવસ સુધી દેખરેખ રાખવામાં આવશે. નોંધનીય છે કે 15 માર્ચના રોજ 234 ભારતીયોને આર્મી વિસ્તારમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડના વેલનેસ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Isolation ward, Italy, Wuhan, ચીન`, છાત્ર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन