Covid-19 : તેલંગાણામાં કોરોનાના ખતરાને પગલે દુલ્હા-દુલ્હને ઑનલાઇન લગ્ન કર્યાં!

News18 Gujarati
Updated: March 17, 2020, 2:49 PM IST
Covid-19 : તેલંગાણામાં કોરોનાના ખતરાને પગલે દુલ્હા-દુલ્હને ઑનલાઇન લગ્ન કર્યાં!
દુલ્હન

ટ્રાવેલ બેનને કારણે દુલ્હો સાઉદી અરેબિયામાં ફસાયેલો છે, જે બાદમાં બંને પરિવારોએ વીડિયો કોલ કરી લગ્નની વિધિ પૂરી કરી.

  • Share this:
હૈદરાબાદ : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે લોકો ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળી રહ્યા છે. સરકાર પણ લોકોને મેળાવડા ન કરવાની અપીલ કરી રહી છે. જે અનુસંધાને અનેક લગ્નો (Marriage) પણમુલતવી રહ્યા છે. બીજી તરફ તેલંગાણા (Telangana)ના કોટ્ટાગુડમ ખાતે એક દુલ્હા અને દુલ્હને કોરોનાના સંક્રમણના ખતરા (Threat from coronavirus)થી પોતાને અને સગા-સંબંધીઓને બચાવવા માટે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. બંનેએ કોરોનાથી બચાવા માટે પોતાના લગ્નની તમામ વિધિઓ ઓનલાઇન (Online Marriage) કરી હતી.

દુલ્હો સાઉદી અરેબિયામાં ફસાયો

કોરોના વાયરસના ખતરાને પગલે સાઉદી અરેબિયાએ ટ્રાવેલ પર નિયંત્રણો મૂકી દીધા છે. આ કારણે દુલ્હો સાઉદી અરેબિયામાં ફસાયો છે. બીજી તરફ લગ્નની બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આથી બંને પક્ષના લોકોએ લગ્ન ટાળવાને બદલે તમામ વિધિ ઓનલાઇન કરવાનું નક્કી કર્યું હતું.



સ્થાનિક રિપોર્ટ પ્રમાણે કોટ્ટાગુડમ જિલ્લાના ગુંડાલાના શેખ અબ્દુલ નાઝીની દીકરીના લગ્ન એમબીએ થયેલા યુવક મોહમ્મદ અદનાન ખાન સાથે નક્કી થયા હતા. અદનાના ખાન કરીમનગરનો રહેવાશી છે. હાલ તે સાઉદી અરેબિયામાં કામ કરી રહ્યો છે.

 

નિકાહ માટે દુલ્હા-દુલ્હન અને તેમના માતાપિતા શુક્રવારે તેમના હોમટાઉન ખમ્મામ ખાતે આવવાના હતા. તેમજ રવિવારે વિદાય વિધિ રાખવામાં આવી હતી. જોકે, સાઉદી અરેબિયામાં ટ્રાવેલ બેનને કારણે દુલ્હો આવી શક્યો ન હતો. આથી દુલ્હા-દુલ્હન અને તેમના માતાપિતાએ નિર્ધારિત સમય પ્રમાણે જ લગ્ન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે બાદમાં નિકાહનામું વાંચવાથી લઈને બધી વિધિ વીડિયો કોલ કરીને કરવામાં આવી હતી. (બાલાક્રિષ્ના. એમ, ન્યૂઝ18)
First published: March 17, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading