શું અટલ છે કોરોનાની ત્રીજી લહેર? વિશેષજ્ઞોએ યાત્રા અને ભીડને લઇને આપી ચેતવણી

શું અટલ છે કોરોનાની ત્રીજી લહેર? વિશેષજ્ઞોએ યાત્રા અને ભીડને લઇને આપી ચેતવણી (ફાઇલ ફોટો)

દેશમાં કોરાના વાયરસના કેસ (Coronavirus Cases)વચ્ચે ઘણા ટૂરિસ્ટ સ્પોટ્સ અને બજારોમાં લોકોની ભીડ માસ્ક વગર જોવા મળી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરાના વાયરસના કેસ (Coronavirus Cases)વચ્ચે ઘણા ટૂરિસ્ટ સ્પોટ્સ અને બજારોમાં લોકોની ભીડ માસ્ક વગર જોવા મળી રહી છે. આવી ઘણી તસવીરો સામે આવી છે. બીજી લહેર લગભગ પૂરી થયા પછી લોકો લાપરવાહી કરતા કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરતા નથી. આવામાં આવનારા તહેવારોની મોસમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાથી વાયરસના ઝડપથી ફેલાવવાનો ખતરો ફરી બની શકે છે. આવામાં એક્સપર્ટ્સ પ્રતિબંધોમાં ઢીલ આપવાની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વૈશ્વિક સાક્ષ્ય અને મહામારીઓનો ઇતિહાસ જોતા કહ્યું છે કે ત્રીજી લહેર અટલ છે અને તે નજીક છે. લોકોની લાપરવાહી અને સરકાર દ્વારા આવી ઘટનાઓને મંજૂરી આપવા પર ચિંતા વ્યક્ત કરી છે. જે સુપર સ્પેડર્સમાં બદલી શકે છે.

  પ્રધાનમંત્રીએ પણ આઈએમએની ચેતાવણી દોહરાવતા લોકોને અપીલ કરી છે કે કોવિડ પ્રોટોકોલ્સ સાથે સમજુતી ના કરે. પૂર્વાત્તર રાજ્યોના આઠ મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હિલ સ્ટેશનો અને બજારોમાં લોકોનું મોટી સંખ્યામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વગર જ જવું યોગ્ય નથી. આપણે કોવિડ-19ની ત્રીજી લહેરને રોકવા માટે એકસાથે મળીને કામ કરવું પડશે. જણાવી દઈએ કે પૂર્વાત્તર રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

  આ પણ વાંચો - દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

  ડેલ્ટા વેરિએન્ટ પર WHOએ વ્યક્ત કરી ચિંતા

  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અઘેનોમ ગૈબ્રિયોસુસે ચેતાવણી આપી છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી તે દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે જ્યાં લોકોનું વેક્સીનેસન થઇ ગયું છે. જે દેશોમાં ટિકાકરણની ધીમી ગતિથી થઇ રહ્યું છે ત્યાં આ ચિંતા વધારી શકે છે.

  પ્રધાનમંત્રી સિવાય નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે પણ કહ્યું કે દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. આપણા દેશમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે આપણે તે માટે કામ કરવાનું છે.
  Published by:Ashish Goyal
  First published: