નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓના આંકડા સતત વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશના વધુ ત્રણ રાજ્ય કોવિડ-19 હોટસ્પોટ (Covid-19 Hotspots) તરીકે જોવા મળી રહ્યા છે. આ રાજ્યોમાંથી સામે આવી રહેલા કોરોનાના આંકડા ડરાવનારા છે. રોજ મળી રહેલા દર્દીઓ ઉપરાંત દેશમાં પોઝિટિવિટી દર (Positivity Rate)માં પણ ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના એનાલિસિસ મુજબ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ- આ ત્રણ રાજ્યોમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. એનાલિસિસ મુજબ, આ ત્રણ રાજ્યો પર બીમારીના આગામી હોટસ્પોટ બનવાનો ખતરો ઊભો થયો છે. દેશના નવા હોટસ્પોટ વિશે જાણવા માટે 20 સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોનો ડેટા લેવામાં આવ્યો હતો. આ દરમિયાન રિપાર્ટમાં ત્રણ વાતો- વધતો પોઝિટિવિટી રેટ, વધતા રોજના કેસ અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછા ટેસ્ટિંગનો સામેલ કરવામાં આવી હતી.
એનાલિસિસમાં રાજ્ય અને જિલ્લા સ્તરના સ્ટેટિસ્ટિક્સ ડેટા જણાવે છે કે પૂર્વ ભારતની તુલનામાં પશ્ચિમ ભારતમાં સ્થિતિ વધુ ઝડપથી ખરાબ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં સરકાર કોવિડ નિયમો કડક કરી રહી છે. અનેક જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. હાલમાં ગુજરાત સરકારે રાજ્યના 8 મોટા શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઇન ક્લાસ 10 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ત્રણ રાજ્યોમાં ખતરાની ઘંટડી
ત્રણ રાજ્યોમાં સૌથી વધુ ચિંતા કરાવનારી સ્થિતિ પંજાબમાં છે. છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં રોજ મળતા કેસોમાં 531 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, સાપ્તાહિક પોઝિટિવિટી દર 4.7 ટકાના પોઇન્ટ સુધી વધી ગયો છે. દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત બીજો સૌથી વધુ વધારો છે. પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હરિયાણામાં કેસ વધવાનો દર સૌથી વધારે છે.
હરિયાણામાં ગત 30 દિવસમાં 398 ટકાના દરથી કેસો વધ્યા છે. અહીં સરેરાશ પોઝિટિવિટી દર 2.2 ટકા પર છે. મધ્ય પ્રદેશમાં રોજ મળી રહેલા કેસોનો દર 277 ટકા પર પહોંચી ગયો છે. અહીં પોઝિટિવિટી રેટ 3.3 ટકા વધી ગયો છે. મધ્ય પ્રદેશમાં ટેસ્ટિંગ દર પણ મુશ્કેલી ઊભી કરનારું છે. અહીં પ્રતિ 10 લાખ લોકો પર 191 ટેસ્ટ થયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર