કોરોનાઃ બાંગ્લાદેશમાં પણ નથી માની રહ્યા કટ્ટરપંથી, મૌલાનાના જનાજામાં 1 લાખ લોકો સામેલ થયા

News18 Gujarati
Updated: April 20, 2020, 9:03 AM IST
કોરોનાઃ બાંગ્લાદેશમાં પણ નથી માની રહ્યા કટ્ટરપંથી, મૌલાનાના જનાજામાં 1 લાખ લોકો સામેલ થયા
લૉકડાઉનનું ઉલ્લંઘનઃ આરોપ છે કે સ્થાનિક ઉલેમાઓ અને મૌલાનાઓએ લોકોને જનાજામાં સામેલ થયા માટે ઉશ્કેર્યા હતા

લૉકડાઉનનું ઉલ્લંઘનઃ આરોપ છે કે સ્થાનિક ઉલેમાઓ અને મૌલાનાઓએ લોકોને જનાજામાં સામેલ થયા માટે ઉશ્કેર્યા હતા

  • Share this:
ઢાકાઃ પાકિસ્તાન (Pakistan)માં ઈમરાન સરકાર (Imran Khan) અને કટ્ટરપંથી મૌલાનાઓની વચ્ચે લૉકડાઉન (Lockdown)પર ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે હવે બાંગ્લાદેશમાં પણ આ પ્રકારની ઘટનાઓ સોમ આવી રહી છે. ઢાકા (Dhaka)માં શનિવારે લૉકડાઉનનું ઉલ્લંઘન કરી 1 લાખ લોકો એક મૌલાનાના  જનાજામાં સામેલ થયા હતા. આરોપ છે કે લોકોને જનાજામાં સામેલ થયા માટે સ્થાનિક ઉલેમાઓ અને મૌલાનાઓએ ઉશ્કેર્યા હતા. બાદમાં જનાજામાં હજારો લોકોને સામેલ થવાથી રોકવામાં નિષ્ફળ રહેતા એક પોલીસ અધિકારી સામે પગલાં લેતાં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ફેલાવાના ખતરાને જોતાં બાંગ્લાદેશમાં દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે. ડૉન અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ખિલાફત મજલિસના નાયબ-એ-અમીર 55 વર્ષના મૌલાના જુબૈર અહમદ અન્સારીનું શુક્રવારે સરૈલમાં આવેલા બર્તાલા ગામમાં નિધન થયું હતું. મૌલાનાના જનાજામાં સામેલ થવા માટે સ્થાનિક મસ્જિદોથી એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ પણ ચૂપચાપ જોતી રહી અને લૉકડાઉનના નિયમો તોડતાં શનિવારે મૌલાના જુબૈર અહમદ અન્સારીના જનાજામાં હજારો લોકો સામેલ થયા હતા.

લૉકડાઉનના ઉલ્લંઘનનની પોલીસે આપી હતી મંજૂરી

પોલીસ હેડક્વાર્ટર તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જનાજામાં એકત્રિત થવાની મંજૂરી આપવા બાબતે બ્રાહ્મણબારીમાં સરૈલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શહાદત હુસૈન ટીટૂને હટાવી દેવામાં આવ્યા છે. એક સમાચાર વેબસાઇટ મુજબ, ટીટૂએ ભીડને એકત્રિત થવાથી રોકવા માટે યોગ્ય પગલા ન ભર્યા જેના કારણે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ બાંગ્લાદેશી સરકારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 મહામારી દેશ માટે મોટો ખતરો છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે એ નહોતું વિચાર્યું કે ભીડ આટલી એકત્ર થઈ જશે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી તેથી પોલીસ કંઈ કરી ન શકી.


આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

સોશિયલ મીડિયા ઉપર પણ થઈ રહી છે ટીકા

મૌલાના અન્સારીના જનાજામાં એકત્ર ભારે ભીડની સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરી છે. જાણીતી લેખિકા તસ્લીમા નસરીરે ટ્વિટ કર્યું કે, બાંગ્લાદેશના બ્રાહ્મણબારીમાં લૉકડાઉનનો નિયમ તોડતાં મૌલાના જુબૈર અહમદ અન્સારીના જનાજામાં 50 હજાર લોકો એકત્રિત થયા. મૂર્ખ સરકારે ખા મૂર્ખ લોકોને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. બીજી તરફ, ટીકઓનો જવાબ આપતાં એડિશનલ પોલીસ અધીક્ષક મોહમ્મદ આલમગીર હુસૈને કહ્યું કે, તેઓએ મદરસા અધિકારીઓથી જનાજા દરમિયાન સામાજિક અંતર રાખવા અને તમામ તકેદારીના પગલાં ભરવાનો આગ્રહ રાખ્યો હતો. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 2456 કેસ સામે આવી ચૂક્યા છે અને 91 લોકો તેનો ભોગ બની ચૂક્યા છે.

આ પણ વાંચો, કેનેડામાં શૂટઆઉટઃ પોલીસ યૂનિફોર્મ પહેરી હુમલાખોરે 13 લોકોની ગોળી મારી હત્યા કરી
First published: April 20, 2020, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading