COVID-19 Symptoms: શ્વાસ લેવામાં તકલીફ અને તાવ સહિત આ છે કોરોનાના નવા લક્ષણો, અહિં ચેક કરો લિસ્ટ

કોરોના વાયરસના નવા લક્ષણોની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે.

COVID-19 Symptoms: કોરોના વાયરસના નવા વેરિઅન્ટની સાથે નવા લક્ષણો સામે આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્લી: કોરોનાવાયરસ (Coronavirus) ચેપ દેશ અને વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. હવે તેનો ડર વધુ વધી ગયો છે. કારણ કે, તેના નવા વેરિએન્ટ (Corona Variants) સાથે નવા લક્ષણો (Covid Symptoms) પણ સામે આવી રહ્યા છે. આ સાથે, હવે કોરોના મહામારી (Covid 19)વચ્ચે વાયરલ ચેપના કેસ પણ સામે આવવા લાગ્યા છે. તાવ, ગળામાં દુખાવો અને શરદી જેવા પહેલાનાં લક્ષણોનો અર્થ ઠંડી, ફલૂ અથવા વાયરલ ઈન્ફેક્શન હોઈ શકે છે. મહત્વનું છે કે આમા લોકોમાં એવા લોકો પણ છે જેમણે કોરોના વેક્સિન લીધી છે.

    ભારતમાં એક દિવસમાં કોવિડ -19 ના 38,948 નવા કેસ નોંધાયા પછી, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,30,27,621 થઈ ગઈ. ચેપને કારણે વધુ 219 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,40,752 થયો છે. છેલ્લા 167 દિવસમાં નોંધાયેલા ચેપને કારણે મૃત્યુના આ સૌથી ઓછા કેસ છે અને 48 દિવસ પછી, કોવિડ -19 નો મૃત્યુ દર પણ ઘટીને 1.33 ટકા થયો છે. માહિતી અનુસાર, 23 માર્ચના રોજ દેશમાં કોવિડ -19 થી 199 લોકોના મોત થયા હતા.

    અહિયા જાણો કોરોના વાયરસના જુના અને નવા લક્ષણો

    સમાન્ય લક્ષણો
    તાવ
    સુકી ખાંસી
    થાક

    અન્ય લક્ષણો
    દુખાવો
    ગળાંમાં દુખાવો
    ડાયેરિયા
    આંખોમાં તકલીફ
    માથાનો દુખાવો
    સ્વાદ ન આવવો

    ગંભીર લક્ષણો

    સાંસ લેવામાં તકલીફ
    છાતીમાં દુખાવો
    બોલવામાં તકલીફ પડવી

    આ પણ વાંચો: શિમલામાં પહાડ ધસી પડ્યો, લોકોએ માંડમાંડ બચાવ્યો જીવ, જુઓ VIRAL VIDEO

    નવા લક્ષણો
    ઓછુ સંભળાવું
    ઉલ્ટી થવી
    શરીર પર ફોડલીઓ થવી
    આંગળીઓના રંગમાં બદલાવ આવવો

    સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,948 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,30,27,621 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 68,75,41,762 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25,23,089 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 21 લાખ 81 હજાર 995 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 43,903 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 4,04,874 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,40,752 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,14,68,867 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 14,10,649 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published: