કોરોના વાયરસનો ખતરો હાલ દુનિયાભરમાં ફેલાયો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા પછી મોતને ભેટ્યા છે. ભારત સમેત વિશ્વભર દેશોમાં ધીમે ધીમે કોરોના વાયરલ ફેલાઇ રહ્યો છે. પણ હવે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં એક લેખિકાએ આ અંગે અનેક વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
કેટલાક દિવસ પહેલા અમેરિકી લેખિકા ડીન કુંટ્જના પુસ્તકોનો હવાલો લઇને એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં કોરોના જેવા ખતરનાક વાયરસ વિષે વર્ષો પહેલા ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકી લેખકની પુસ્તકતમાં વાયરસથી મળતા લક્ષણોની વાતનો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં આ પુસ્તકને લઇને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ કરવામાં આવી રહી છે. અમર ઉજાલાની ખબર મુજબ અમેરિકી લેખિકા સિલ્વિયા બ્રાઉનીએ જુલાઇ 2008માં એન્ડ ઓફ ડેઝ નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં તેણે લખ્યું કે "2020માં નિમોનિયા જેવી ગંભીર બિમારી દુનિયાભરમાં ફેલાઇ જશે. આ બિમારીમાં ફેંફસા અને શ્વાસનળી પર હુમલો કરશે અને તેનો કોઇ ઇલાજ નહીં મળે." સાથે જ આ પુસ્તકમાં વધુમાં લખવામાં આવ્યું છે કે અચાનક જ આવેલી આ બિમારી એક દિવસ અચાનક જ જતી રહેશે. અને એક વર્ષ પછી આ પાછી ફરશે પણ તે પછી જાતે જ સમાપ્ત થઇ જશે.
કોણ છે સિલ્વિયા બ્રાઉની?
ઉલ્લેખનીય છે કે સિલ્વિયા બ્રાઉની પોતાને મનોવૈજ્ઞાનિક અને આધ્યાતિક ગુરુ માનતી હતી. અને તેમનો એવો દાવો હતો કે તેમની પાસે અલૌકિક શક્તિઓ છે. અને જે તે સમયે તેમના ટીવી અને રેડિયો પર અનેક શો પણ આવતા હતા. 20 નવેમ્બર 2013ના રોજ તેમનું નિધન થયું. જો કે કોરોના વાયરસના ભય વચ્ચે આ ભવિષ્યવાણી સામે આવ્યા પછી આ પુસ્તકનું વેંચાણ ચોક્કસથી વધી ગયું છે. સિલ્વિયા બ્રાઉનીની અધિકૃત વેબસાઇટ મુજબ હાલ આ પુસ્તક સ્ટોકમાં નથી.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર