ભારતમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં 3900 કેસ, 195 લોકોનાં મોત

ભારતમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં 3900 કેસ, 195 લોકોનાં મોત
ભારતમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં 3900 કેસ, 195 લોકોના મોત

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા

 • Share this:
  નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસ (Coronavirus)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 195 લોકોના મોત થયા છે. જ્યારે 3900 કેસ નવા સામે આવ્યા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ છે. જ્યારે 1,568 લોકોના મોત થયા છે.

  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા છે. આ પછી સાજા થનારનો આંકડો વધીને 12726 થઈ ગયો છે. રિકવરી રેટ 27.41 ટકા થઈ ગયો છે. દેશમાં હાલ 32138 એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આપણે બધાએ પોતાની રીતમાં ફેરફાર કરવો પડશે.  આ પણ વાંચો - અમદાવાદ બન્યું ભારતનું 'વુહાન' : છેલ્લા પાંચ દિવસમાં 100 લોકોનાં કોરોના વાયરસથી ટપોટપ મોત

     આ પણ વાંચો - ગાંધીનગર : રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો

  ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે. પ્રથમ સપ્તાહે 7 મે થી 13 મે સુધી અલગ-અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશનમાં 64 ઉડાનોનું સંચાલન કરવામાં આવશે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ટેસ્ટિંગ વધવાના કારણે વધારે કેસ સામે આવી રહ્યા છે. હવે દેશમાં 12 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાંથી કોરોના સંક્રમિત દર્દીના અને મોતના આંકડા આવતા ન હતા. અમે આંકડા માટે મનાવી લીધા છે. આજે આંકડા આવવાના શરુ થયા તો એવરેજ રેટમાં એકદમ ઉછાળો આવ્યો છે. સંક્રમિત અને મોત બંનેના આંકડા એકદમથી વધી ગયા છે.
  Published by:News18 Gujarati
  First published:May 05, 2020, 16:36 IST

  ટૉપ ન્યૂઝ