સ્પેનમાં કોરોનાથી 19000થી વધુ મોત, આ ગામ દિવસ-રાત બનાવી રહ્યું છે માત્ર કૉફિન

સ્પેના આ ગામમાં દિવસ-રાત બની રહ્યા છે કૉફિન.

કૉફિન બનાવતાં ગામમાં એક પણ કોરોનાનો કેસ નથી, બિઝનેસ વધી રહ્યો છે છતાંય ગામ લોકો આ કારણે દુઃખી

 • Share this:
  મેડ્રિડઃ સ્પેન દુનિયાનો બીજો એવો દેશ છે જ્યાં કોરોના સંક્રમણ (Coronavirus)ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. સ્પેનમાં અત્યાર સુધી સંક્રમણ (Covid19)ના 1,85,000થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 19000 લોકોએ આ વાયરસનો શિકાર થઈને પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સ્પેનમાં રોજ 500થી વધુ લોકોના મોત આ સંક્રમણથી થઈ રહ્યા છે એવામાં દેશના તમામ હિસ્સામાં રોજ અસંખ્ય લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
  સ્પેનનું એક નાનું ગામ પિનોર હાલમાં ખૂબ ચર્ચામાં છે કારણ કે અહીંથી દેશભરમાં અંતિમ સંસ્કાર માટે કૉફિન સપ્લાય કરવામાં આવી રહ્યા છે. અહીં 24 કલાક સતત કામ ચાલી રહ્યું છે તેમ છતાંય અનેક ઓર્ડર પેન્ડિંગ છે. કોરોના વાયરસનો કહેર જેમ-જેમ વધી રહ્યો છે ત્યાંના કારખાનાઓમાં મજૂરોના હાથ બેગણી ઝડપથી ચાલી રહ્યા છે કારણ કે કોરોનાની ઝપટમાં આવેલા લોકો માટે કૉફિન બનાવવામાં લાગ્યા છે.

  બિઝનેસ સારો ચાલી રહ્યો છે પરંતુ લોકો દુઃખી છે

  નોંધનીય છે કે, પિનોર ઉત્તર પશ્ચિમ સ્પેના છેવાડે આવેલું ગામ છે. આ ગામને કૉફિન માટે ઓળખવામાં આવે છે. કોરોના વાયરસના કારણે કૉફિનની ડિમાન્ડ વધતાં અહીં બેગણા કૉફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. 9 કારખાનામાં કારીગરો ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ગામમાં કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ મેયર અને તેમની ટીમ ગામના લોકો પર સતત નજર રાખી રહી છે. જોકે ગામના લોકો દેશમાં કોરોનાથી થઈ રહેલા મોતના કારણે દુઃખી છે.

  આ પણ વાંચો, કોરોનાને કારણે આ દેશમાં રોકડની અછત, પેટનો ખાડો પુરવા લોકો વેચી રહ્યા છે સોનું

  ગામ દેવદારના ઝાડોથી ઘેરાયલું છે

  આ ગામમાં કૉફિન બનાવવા પાછળનું કારણનો ખુલાસો કરતાં મેયરે જણાવ્યું કે, ગલાસિયાના આ વિસ્તારમાં દેવદારના ઝાડ ખૂબ જ છે જેથી કૉફિન બનાવવા માટે લાકડું મળી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કૉફિન બનાવવાની કળા પણ બદલાઈ ગઈ છે. હવે લોકો ડિઝાઇનર કૉફિનની માંગ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો
  Published by:Mrunal Bhojak
  First published: