નવી દિલ્હી. કોરોનાની ત્રીજી લહેર (Covid-19 Third Wave) બાળકોમાં ખતરનાક સાબિત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ સરકારોએ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકો (Children)ની સારવાર સંબંધી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોમાં રેમડિસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection)નો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટીરોઇડનો ઉપયોગ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં કરવો ખૂબ જરૂરી છે. સાથોસાથ મેડિકલ સલાહ વગર સ્ટીરોઇડનો ઉપયોય બિલકુલ ન કરવો જોઈએ.
સમજી-વિચારીને સિટી સ્કેનનો ઉપયોગ
આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોય પણ સમજી-વિચારીને કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરોએ બાળકોના સિટી સ્કેન કરાવતી વખતે ખૂબ સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેક્શનના ઉપયોગને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકસી ડેટા ન હોવાના કારણે બાળકોમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
નોંધનીય છે કે, વિશેષજ્ઞો આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞો મુજબ દેશમાં કોરોનાની પહેલ લહેર વૃદ્ધો માટે ખતરનાક બની હતી, જ્યારે બીજી લહેર યુવા વસ્તી માટે ખતરનાક સાબિત થઈ. વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ કારણે બાળકોના વેક્સીનેશનને લઈને પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનની નિર્માતા કંપની ભારત બાયોટેકને બાળકોમાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. ભારત બાયોટેક તરફથી આ ટ્રાયલ 525 સ્વયંસેવકો પર કરવામાં આવશે. આ ટ્રાયલમાં 2થી 18 વર્ષના બાળકોને સામેલ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર