Coronavirus Second Wave: કોરોનાએ ભરડો લીધો, હાલત થઈ રહી છે ખરાબ, આખો દેશ ખતરામાં: કેન્દ્ર સરકાર

Coronavirus Second Wave: કોરોનાએ ભરડો લીધો, હાલત થઈ રહી છે ખરાબ, આખો દેશ ખતરામાં: કેન્દ્ર સરકાર
તસવીર: Shutterstock

Coronavirus Second Wave in India: જે 10 જિલ્લામાં સૌથી વધારે એક્ટિવ કેસ છે તેમાં પુણે (59,475), મુંબઈ (46,248), નાગપુર (45,322), થાણે (35,264), નાસિક (26,553), ઔરંગાબાદ (21,282), બેંગલુરુ (16,259), નાંદેડ (15,171), દિલ્હી (8,032) અને અહમદનગર (7,952) શામેલ છે.

  • Share this:
    નવી દિલ્હી: Coronavirus Second Wave in India: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી ચિંતા વધી છે. ખુદ કેન્દ્ર સરકાર ચિંતામાં છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને ચેતવણી ઊચ્ચારી છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે આખો દેશ ખતરામાં છે ત્યારે બેદરકારી પોષાય તેમ નથી. કેન્દ્ર સરકારે કહ્યુ કે, કોવિડ-19થી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓમાં મહારાષ્ટ્રના આઠ અને દિલ્હી પણ એક જિલ્લા તરીકે આ યાદીમાં શામેલ છે. કેન્દ્ર સરકારે આવી સ્થિતિમાં તમામ રાજ્યોના કૉન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની તેમજ વેક્સીનેશન કવરેજ (Covid Vaccination Drive) 100 ટકા સુધી કરવાની સૂચના આપી છે.

    મંગળવારે એક પ્રેસ કૉન્ફરસમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી.કે.પૉલે કહ્યુ કે, "કોવિડ-19 અંગે સ્થિતિ ખરાબમાંથી અતિખરાબ થઈ રહી છે. છેલ્લા થોડા અઠવાડિયામાં, ખાસ કરીને અમુક રાજ્યોમાં આ ચિંતાનો મોટો વિષય છે. કોઈ રાજ્ય, દેશના કોઈ વિસ્તાર કે જિલ્લાએ જરા પણ બેદરકારી ન દાખવવી જોઈએ." વી.કે.પૉલે કહ્યુ કે, "આપણે ખૂબ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. નિશ્ચિત રીતે અમુક જિલ્લામાં, પરંતુ આખા દેશમાં જોખમ છે. સંક્રમણને રોકવા અને લોકોનાં જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ."



    સ્વાસ્થ્ય સચિવે 10 રાજ્યને લખ્યો પત્ર

    સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Health Secretary Rajesh Bhushan) આ સંદર્ભે તમામ રાજ્યોને એક પત્ર લખ્યો છે. મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યુ કે, જે 10 જિલ્લામાં સૌથી વધારે એક્ટિવ કેસ છે તેમાં પુણે (59,475), મુંબઈ (46,248), નાગપુર (45,322), થાણે (35,264), નાસિક (26,553), ઔરંગાબાદ (21,282), બેંગલુરુ (16,259), નાંદેડ (15,171), દિલ્હી (8,032) અને અહમદનગર (7,952) શામેલ છે. ભૂષણે કહ્યુ કે, ટેક્નિકલ રીતે દિલ્હીમાં અનેક જિલ્લા છે પરંતુ તેને એક જિલ્લો જ ગણવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: નણદોઈના પ્રેમમાં પાગલ રેશ્માએ કર્યું એવું કૃત્ય કે આખો પરિવાર શરમથી થયો પાણીપાણી

    બધુ બરાબર નથી થયું, તકેદારી રાખો: હર્ષવર્ધન

    જ્યારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે, દેશમાં અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે કોરોના વાયરસ સામે લડવા વેક્સીન આવી ગઈ છે. તેમને લાગે છે ક હવે બધુ બરાબર થઈ ગયું છે. આથી તેઓ કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. લોકો કોવિડ-19ને ખૂબ સામાન્ય ગણી રહ્યા છે. જેના પગલે સુપરસ્પ્રેડર કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, 20 લાખ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ કેસની ઊંડી તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે 47 જિલ્લા સાથે બેઠક થઈ હતી.

    આ પણ વાંચો: રાજકોટના જેતપુરમાં લોહીની હોળી: શા માટે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી? 


    વેક્સીનેશનનો ત્રીજો તબક્કો

    કોરોનાના વધી રહેલા કેસ મામલે પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક અઠવાડિયા પહેલા આ અંગેની જાહેરાત કરી છે. મંગળવારે અધિકારિક રીતે આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ માટે વેક્સીન માટે લોકો CoWIN પોર્ટલ પર પહેલી એપ્રિલ એટલે કે ગુરુવારે બપોરે ત્રણ વાગ્યા પછી પોતાના નામની નોંધણી કરાવી શકશે. આ પોર્ટલ પર તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ લોકો સરકારી કે ખાનગી ગમે તે વેક્સીન સેન્ટર પર જઈને વેક્સીન લઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 31, 2021, 07:37 am

    ટૉપ ન્યૂઝ