કોરોના સંક્રમણમાં ખતરનાક ઉછાળો, એક સપ્તાહમાં વધ્યા 67% કેસ, 41% વધુ મોત
તાજેતરમાં કેલિફોર્નિયાના સંશોધકોએ કરેલા સંશોધનથી ફલિત થયું હતું કે, પ્રોજેસ્ટેરોનમાં એન્ટી ઈંફલામેટ્રી ગુણધર્મો છે. જેનાથી સાઇકોટિક સ્ટોર્મ નામના ઘાતક ચેપને રોકી શકાય છે.
ભારતમાં 9 સપ્તાહ બાદ સૌથી વધુ 1239 લોકોએ જીવ ગુમાવ્યા, જોકે રાહતની વાત એ છે કે અગાઉની તુલનામાં મોતનો દર ખૂબ ઓછો છે
નવી દિલ્હી. દેશભરથી હવે કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગત એક સપ્તાહ દરમિયાન સંક્રમણના નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે. આ સાત દિવસો દરમિયાન એક લાખથી વધુ લોકો કોરોના (Covid-19)ની ઝપટમાં આવ્યા છે. આ ઉપરાંત ગત એક સપ્તાહ દરમિયાન મોતના દર (Corona Death Ratio)માં પણ 41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્તાહ બાદ સૌથી વધુ 1239 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે ભારત (India)માં અગાઉની તુલનામાં મોતનો દર ખૂબ ઓછો છે.
ગત એક સપ્તાહ (15-21 માર્ચ) દરમિયાન દેશભરમાં 2.6 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તેની પહેલાના સપ્તાહમાં 1.55 લાખ કેસ સામે આવ્યા હતા. એટલે કે ગયા વર્ષથી લઈને અત્યાર સુધી કોરોનાની ઝડપમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ગયા વર્ષે 20-26 જુલાઈની વચ્ચે 34 ટકા નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સમયે એક સપ્તાહથી બીજા સપ્તાહની તુલનામાં 80 હજાર નવા કેસ સામે આવ્યા હતા.
રવિવારે ભારતમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા. ગત 130 દિવસ બાદ એક દિવસમાં આટલો મોટો વધારો નોંધાયો છે. આ પહેલા એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં સંક્રમણના કેસ ગયા વર્ષે 11 નવેમ્બરે આવ્યા હતા. પહેલાની જેમ આ વખતે પણ કોરોનાનો સૌથી વધુ માર મહારાષ્ટ્ર પર પડ્યો છે. રવિવારે અહીં 30 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.
વાયરસના સંક્રમણને કારણે હવે મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 213 લોકોનાં મોત થયા છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર આ આંકડો 200ની પાર પહોંચ્યો છે. એટલે કે 72 દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં જ 99 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પંજાબમાં 44, કેરળમાં 13 અને છત્તીસગઢમાં 10 અને તમિલનાડુમાં 9 લોકોનાં મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર