Corona Second Wave: બીજી લહેર થઈ રહી છે ‘વધુ ઘાતક’, એકથી પાંચ વર્ષના બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

Corona Second Wave: બીજી લહેર થઈ રહી છે ‘વધુ ઘાતક’, એકથી પાંચ વર્ષના બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત
પ્રતીકાત્મક તસવીર

બાળકોના ડૉક્ટરોએ નોંધ્યું છે કે વર્ષ 2020ની તુલનામાં આ વર્ષે કોરોના સંક્રમિત બાળકોની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણી થઈ ગઈ છે

  • Share this:
    નવી દિલ્હી. કોરોનાની બીજી લહેર (Corona Second Wave) ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. રોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ડૉક્ટરોએ નોંધ્યું છે કે કોરોનાના બીજા ચરણમાં નાના બાળકો (Children) પણ સંક્રમિત થઈ રહ્યા છે. એક વર્ષના બાળકથી લઇને પાંચ વર્ષના બાળકો સંક્રમિત થઈ રહ્યા હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. બાળકોના ડૉક્ટરોનું (Pediatrician) માનવું છે કે આ સ્થિતિ ‘ખૂબ જ ગંભીર’ (Very Dangerous) છે.

    બાળકોના ડૉક્ટરોનું કહેવું છે કે નવજાતથી (New Born) લઈને કિશોર વયના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. એક અગ્રણી અખબાર સાથે વાત કરતાં ડૉ. ધીરેન ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હી (Delhi)ની સર ગંગા રામ હૉસ્પિટલના બાળકોના વિભાગમાંથી મળતી માહિતી મુજબ વર્ષ 2020ની તુલનામાં બાળકોની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણી થઈ ગઈ છે.



    આ પણ વાંચો, કોરોનાના વધતા સંક્રમણને કારણે JEE Main પરીક્ષાનું એપ્રિલ સત્ર પણ સ્થગિત

    આ દરમિયાન એલએનજેપી હૉસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ચીફ ડૉ. રીતૂ સક્સેનાએ જણાવ્યું કે, આ વખતે કોવિડ-19 બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. નવજાત બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.

    ડૉ. સક્સેનાએ વધુમાં જણાવ્યું કે, જ્યારથી નવા ચરણની શરૂઆત થઈ છે ત્યારથી 7થી 8 બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી સૌથી નાનું નવજાત બાળક છે જેને હૉસ્પિટલમાં જ ઇન્ફેક્શન લાગ્યું હતું. આ ઉપરાંત 15થી 30 વર્ષની વચ્ચેના યુવાઓ પણ વધુ પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યા છે.

    આ પણ વાંચો, 10 હજાર રૂપિયા સસ્તો થઈ ગયો Samsungનો આ પ્રીમિયમ સ્માર્ટફોન, બજેટ ફોન ઉપર પણ ભારે છૂટ

    નોંધનીય છે કે, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,61,500 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,47,88,109 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 12,26,22,590 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    વિશેષમાં દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધારે વણસી રહી છે. દિલ્હીએ દેશની આર્થિક રાજધાની મુંબઈને 24 કલાકમાં નોંધાતા કેસોમાં પાછળ મૂકી દીધું છે. દિલ્હી દેશનું સૌથી વધુ સંક્રમિત શહેર બની ગયું છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 18, 2021, 13:03 pm

    ટૉપ ન્યૂઝ