Coronavirus 2nd Wave: કોરોનાની બીજી લહેર એપ્રિલમાં આખા દેશમાં હાહાકાર મચાવશે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Coronavirus 2nd Wave: એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપ્રિલમાં કોરોના વાયરસ તેના પીક પર પહોંચશે અને આખા દેશમાં હાહાકાર મચાવશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત (Coronavirus India) આંકડો હવે દરરોજ 90 હજારની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતો લોકો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ કોરોના અંગે અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માર્ચ (March)માં જોવા મળેલા કેસ માત્ર ઝલક હતી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપ્રિલ (April)માં કોરોના વાયરસ તેના પીક (Coronaivus Peak) પર પહોંચશે અને આખા દેશમાં હાહાકાર મચાવશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એપ્રિલ પછી દેશમાં ફરીથી કોરોના વાયરસના કેસ ઘટના વાગશે.

    11 રાજ્યોના મુખ્ય સચિવો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યુ કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની ઝડપ ખૂબ વધારે છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે ગત વર્ષે જૂનમાં કોરોનાની ઝડપ 5.5 ટકા હતી, જે આ વર્ષે માર્ચમાં 6.8 ટકા હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો: કેરળના યુગલે પ્રવાસના શોખ માટે છોડી સારા પગારની નોકરી, છ મહિનાથી પોતાની કારમાં કરી રહ્યા છે ટ્રાવેલિંગ

    દેશમાં સૌથી વધારે કેસ 11 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયામાં કોરોનાની સ્થિતિ ખૂબ ખરાબ છે. છેલ્લા 15 દિવસમાં આ રાજ્યોમાં કોરોનાનું 90 ટકા સંક્રમણ અને મોત નોંધાયા છે. અનેક રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગત વર્ષે કરતા ખૂબ ખરાબ છે.

    ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાના કેસ 97 હજાર પર પહોંચ્યા હતા

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાના કેસ 97 હજારને પાર કરી ગયા હતા. આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં જ કોરોનાના દૈનિક નવા કેસ 90 હજારની આસપાસ પહોંચી ગયા છે. સંક્રમણમાં દૈનિક વૃદ્ધિ 5.5 ટકા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત સૌથી વધારે ખરાબ છે.

    આ પણ વાંચો: મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!

    એપ્રિલમાં પીક પર હશે કોરોના

    વૈજ્ઞાનિકોએ એક ગણિતના મૉડલથી અંદાજ લગાવ્યો છે કે એપ્રિલના મધ્યમાં કોરોનાની ઝડપ સૌથી વધારે હશે. એપ્રિલમાં કોરોનાની બીજી લહેર જોવા મળશે તેમજ મેના અંત સુધીમાં તેમાં ખૂબ ઘટાડો થશે. ગત વર્ષે આ મૉડલના માધ્યમથી કોરોનાના પીકનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ અંદાજ સાચો સાબિત થયો હતો.

    આ પણ વાંચો: અમદાવાદ: નરોડામાંથી ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, યુવતી સહિત ત્રણની ધરપકડ

    મહારાષ્ટ્રમાં હાલત ગંભીર

    મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં 24 કલાકમાં નવા 47,913 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ 3,91,203 એક્ટિવ કેસ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 24 હજાર લોકો સાજા થયા છે. મોતની વાત કરવામાં આવે છો અહીં 24 કલાકમાં 481 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યારસુધી કુલ 55,379 લોકોનાં મોત થયા છે.

    કોરોનાએ છેલ્લા 24 કલાકમાં દેશમાં 714 લોકોનો જીવ લીધો

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 89,129 કેસ નોંધાયા છે. આ દરમિયાન 44,202 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 24 કલાકમાં 714 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક 1,64,110 થયો છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા 6,58,909 થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ખૂબ ઝડપે વધી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: