100 દિવસ સુધી ચાલી શકે છે કોરોનાની બીજી લહેર, 70% રસીકરણ જરૂરી: નિષ્ણાતનો મત

ફાઇલ તસવીર.

કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર (Second wave) 100 દિવસ સુધી ચાલી શકે છે. જ્યાં સુધી હાર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થાય અથવા 70 ટકા લોકોને રસી (Vaccination) ન લાગી જાય ત્યાં સુધી આવી લહેરો આવતી રહેશે.

 • Share this:
  નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યા દરરોજ બે લાખને પાર થઈ રહી છે. આ બધાની વચ્ચે ફરી એક વખત એવી ચર્ચા ઉઠી છે કે કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) ક્યારે સમાપ્ત થશે. દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસ માટે એક નિષ્ણાતે તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી ચાલી શકે છે. આ પ્રકારની લહેરો 70 ટકા વસ્તીનું રસીકરણ ન થઈ જાય અને હાર્ડ ઇમ્યુનિટી (Herd immunity) વિકસિત ન થાય ત્યાં સુધી આવતી રહેશે.

  હાર્ડ ઇમ્યુનિટી ચેરગ્રસ્ત બીમારીઓ સામે અપ્રત્યક્ષ રીતે મદદ કરે છે. આ ત્યારે થાય છે જ્યારે બીમારીમાંથી બહાર નીકળવા માટે વસ્તીનો એક મોટો સમૂહ રસીકરણ કરી લે અથવા ચેપ લાગ્યા બાદ વાયરસ સામે ઇમ્યુનિટી મેળવી લે. આ સામૂહિક ઇમ્યુનિટીને 'હાર્ડ ઇમ્યુનિટી' કહે છે. પોલીસ કર્મચારીઓ વચ્ચે જાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે તૈયાર કરાયેલા ડૉક્ટર નીરજ કૌશિકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવા મ્યૂટન્ટ વાયરસમાં પ્રતિરક્ષા અને ત્યાં સુધી કે રસીની અસરને પણ બેઅસર કરવાની ક્ષમતા છે.

  આ પણ વાંચો: કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, રસોડાનો સામાન વેરવિખેર

  બીજી વખત સંક્રમિત થવાનું કારણ

  આથી જ જેમને રસી લાગી ગઈ છે તેમને ફરીથી સંક્રમણ લાગવા માટેનું પણ આ જ કારણ છે. ડૉક્ટર કૌશિકના કહેવા પ્રમાણે મ્યૂટેડેટ વાયરસ એટલો ખતરનાક છે કે કોઈ એક સભ્ય સંક્રમિત થાય તે તેનો ચેપ આખા પરિવારને લાગી શકે છે. આ વાયરસ બાળકો પર પણ હાવી છે. તેમણે કહ્યું કે રેગ્યુલર આરટી-પીસીઆર ટેસ્ટમાં મ્યૂટેડેટ વાયરસની જાણ નથી થતી. જોકે, શ્વાસ અને સુગંધ ન આવવાથી વ્યક્તિને માલુમ પડી શકે છે કે તે કોરોના સંક્રમિત થઈ ગયો છે.

  આ પણ વાંચો: કોરોના: દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1340 લોકોનાં મોત, દેશની 57% વસ્તી ઘરોમાં કેદ

  માસ્ક ખૂબ જરૂરી

  કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી ચાલી શકે છે. જ્યાં સુધી હાર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થાય અથવા 70 ટકા લોકોને રસી ન લાગી જાય ત્યાં સુધી આવી લહેરો આવતી રહેશે. આથી જ સુરક્ષા માટે માસ્ક પહેરી રાખવું ખૂબ જ જરૂરી છે.


  આ પણ વાંચો:  
  Senior Citizens માટે ખુશીના સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં નહીં રહે પૈસાની ચિંતા, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

  દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1340 લોકોનાં મોત

  દેશમાં કોરોનાની કેસ (India coronavirus updates) સતત વધી રહ્યા છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ (Record) બની રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે દેશમાં 1,340 લોકોનાં મોત (Death) થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: