દેશમાં 24 કલાકમાં 3.16 લાખ લોકો થયા કોરોના સંક્રમિત, ભારતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડ્યા

દેશમાં 24 કલાકમાં 3.16 લાખ લોકો થયા કોરોના સંક્રમિત, ભારતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડ્યા
તસવીર: Shutterstock

Coronavirus Second Outbreak in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે.

  • Share this:
    Coronavirus Second Outbreak in India: દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસ (Coronavirus)ના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.

    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને 1 કરોડ 59 લાખ 24 હજાર 732 થઈ છે. દેશમાં હાલ 24 લાખ 84 હજાર 209 દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના 14.3 ટકા છે.



    આ પણ વાંચો: વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

    11 રાજ્યમાં કોરોના બેકાબૂ

    મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશના 11 રાજ્યમાં હાલત બેકાબૂ બની રહી છે. આ રાજ્યમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 62,097, ઉત્તર પ્રદેશમાં 29,574, દિલ્હીમાં 28,395, કેરળમાં 19,577, કર્ણાટકમાં 21,794, છત્તીસગઢમાં 15,625, રાજસ્થાનમાં 12,201, મધ્ય પ્રદેશમાં 12,727, ગુજરાતમાં 12,206, તામિલનાડુમાં 10,986, બિહારમાં 10,455 લોકો કોરોના સંક્રમિત થાય છે.

    આ પણ વાંચો: 'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં



    રિકવરી રેટ 85 ટકાથી નીચે ગયો

    કોરોના સંક્રમિત લોકોનો સ્વાસ્થ્ય રેટ ઘટીને 84.5 ટકા થયો છે. આંકડાઓ પ્રમાણે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને 1,34,47,040 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, પરંતુ મહારાષ્ટ્રમાં તે 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.

    મુખ્ય રાજ્યોની હાલત:

    મહારાષ્ટ્ર:

    નવા કેસ: 67,468
    સાજા થયા: 54,985
    મોત: 568
    કુલ કેસ: 40.27 લાખ
    કુલ સાજા થયા: 32.68 લાખ
    કુલ મોત: 61,911
    એક્ટિવ કેસ: 6.95 લાખ

    આ પણ વાંચો:  રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો, લાલચુ યુવકનો વીડિયો વાયરલ

    ઉત્તર પ્રદેશ:

    નવા કેસ: 33,106
    સાજા થયા: 14,198
    મોત: 187
    કુલ કેસ: 9.42 લાખ
    કુલ સાજા થયા: 6.89 લાખ
    કુલ મોત: 10,346
    એક્ટિવ કેસ: 2.42 લાખ

    આ પણ વાંચો: રાજકોટ: દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના માતાપિતાને ભરખી ગયો

    દિલ્હી:

    નવા કેસ: 24,638
    સાજા થયા: 24,600
    મોત: 249
    કુલ કેસ: 9.30 લાખ
    કુલ સાજા થયા: 8.31 લાખ
    કુલ મોત: 12,887
    એક્ટિવ કેસ: 85,364

    ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 12,553 નવા કેસ

    રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 12,553 નવા કેસ નોંધાયા છે, જ્યારે કુલ 4,802 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. બુધવારે અમદાવાદ જિલ્લામાં વિક્રમજનક 4,906 કેસ નોંધાયા છે. જે પૈકીના 4,821 કેસ અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 125 મોત થયા છે. હાલમાં રાજ્યમાં કુલ 84,126 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 361 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 83,765 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,50,865 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જ્યારે કુલ 5,740 દર્દીનાં મૃત્યુ થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 22, 2021, 08:17 am

    ટૉપ ન્યૂઝ