દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીની સંખ્યા બે કરોડને પાર, 24 કલાકમાં નવા 3.62 લાખ કેસ નોંધાયા

ફાઇલ તસવીર.

Coronavirus Second Outbreak in India Latest Update: કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ કુલ 37 લાખ 4 હજાર 893 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યારસુધી કુલ 17.92 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

 • Share this:
  Coronavirus Second Outbreak in India Latest Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં નજીવો વધારો થયો છે. ગુરુવારે દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા દર્દી નોંધાયા હતા. આ દરમિયાન 3 લાખ 44 હજાર 776 દર્દી સાજા થયા હતા. ગુરુવારે દેશમાં ચાર હજાર દર્દીનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં અત્યારસુધી 2 કરોડ 40 લાખ 46 હજાર 809 લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. જ્યારે કુલ 2 કરોડ 79 હજાર 599 દર્દી સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ કુલ 37 લાખ 4 હજાર 893 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યારસુધી કુલ 17.92 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

  14 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદશમાં આંશિક લૉકડાઉન

  દેશમાં 14 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાથી આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં અમુક પ્રતિબંધો છે, સાથે સાથે કેટલીક છૂટ પણ છે. જેમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત શામેલ છે.

  આ પણ વાંચો:  ફક્ત એક રૂપિયામાં ખરીદો 24 કેરેટ શુદ્ધ સોનું! જાણો વિવિધ કંપનીઓની ઑફર  આજની હાઇલાઇટ્સ:

  -24 કલાકમાં ચાર હજાર નવા મોત નોંધાયા. એક્ટિવ કેસમાં 5.6 હજારનો ઘટાડો.
  - મહારાષ્ટ્રમાં 850, કર્ણાટકમાં 344 અને દિલ્હીમાં 308 લોકોનાં મોત
  -ભારતમાં નવા કેસના અઠવાડિયાના ટ્રેન્ડમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો.
  -ભારતમાં બે કરોડથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી.
  -13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો.
  -24 કલાકમાં દેશમાં 18.76 લાખ ટેસ્ટ કરાયા.
  - દેશની 2.92 ટકા વસ્તીને કોરોનાના બંને ડોઝ અપાયા.

  આ પણ વાંચો: ડિસેમ્બર સુધી દરેક ભારતીયને લાગશે વેક્સીન, આવો છે સરકારનો 216 કરોડ ડોઝનો પ્લાન

  રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો

  રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10,742 કેસ નોંધાયા છે. જેની સામે 15,269 દર્દીઓ સાજા થયા છે. સતત કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 109 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,840 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.85 ટકા છે. અત્યાર સુધીમાં 1,47,18,861 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  આ પણ વાંચો: 'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

  રાજ્યમાં અત્યારે કુલ 1,22,847 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 796 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1,22,051 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,93,666 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: