ન્યૂયોર્ક ટાઇમ્સ : કોરોના વાયરસની (coronaVirus)ની સારવાર (Treatment) માટે આશરે 70 દવાઓ (Drugs) અને કેટલીક દવાના કમ્પાઉન્ડ ઉપયોગી થઈ શકે છે. કોરોના વાયરસ પર સંશોધન (Reaserch) કરી રેહલા વૈજ્ઞાનિકોની (Scientist) ટીમે રવિવારે રાત્રે સફળતા મળેવી છે. આ પૈકીની કેટલીક દવાઓ હાલમાં સારવાર માટે ઉપોગમાં લેવાઈ રહી છે. જોકે, તેનો પુન: ઉપયોગ કોવિડ-19ની સારવાર માટે 'રામબાણ' ઇલાજ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કહે છે કે આ દવાનો ઉપયોગ એન્ટિવાયરસ શોધવા કરતા વધુ ઝડપી અને અસરકાર હોઈ શકે છે.
બાયરોક્સિવ વેબસાઇટ પર પ્રકાશિત એક અધ્યયનમાં ડ્રગનું સંશોધન કરી રહેલા ઉમેદવારોની સૂચિ જોવા મળી હતી. સંશોધનકારોએ રિસર્ચ પેપરને પ્રકાશન માટે સુપરત કર્યું છે. અનેક સંશોધનકારો હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના જીનનો અભ્યાસ કરી રહ્યા છે જેને SARS-COV -2 પણ કહેવામાં આવે છે.
ફેફસાના કોષને સંક્રમિત કરવા માટે, કોરોનાવાયરસને તેના જીન દાખલ કરવા આવશ્યક હોય છે, કોષની પોતાની આનુવંશિક મશીનરીની મદદથી આ સેલ વાયરલ પ્રોટીન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જેનો ઉપયોગ લાખો નવા વાયરસ ઉત્પન્ન કરવા માટે થાય છે.
આ પણ વાંચો : અમદાવાદ : જનતા કર્ફ્યૂ બાદ 'કોરોના રેલી' કાઢનારા 40 લોકો સામે પોલીસ કેસ, 4થી વધુ લોકો એકઠા થયા તો કાર્યવાહી થશે
માનવ શરીરના 332 પ્રોટીન પર કોરોના હુમલો કરે છે
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત થતા 39 જીનમાના 26 જીન શોધી કાઢ્યા હતા જેના કારણે માનવ શરીરમાં સંક્રમણ ફેલાય છે. વૈજ્ઞાનિકોના મતે માનવ શરીરના 332 પ્રોટીન્સ પર કોરોના હુમલો કરે છે.
24 દવાઓ એવી છે જે અગાઉ કેટલાક રોગોમાં ઉપયોગમાં લેવાય છે
અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલી દવાઓમાં 24 દવાઓ એવી છે જે અગાઉથી જ ઉપયોગમાં લેવાઈ રહી છે. આ દવાઉ કેન્સર, પાર્કિન્સન, હાયપરટેન્શન, સ્કિત્ઝોફ્રેનિયા અને ટાયપ-2 ડાયાબિટીઝના દર્દીઓ માટે વપરાશમાં લેવાની દવાના કમ્પાઉન્ડ કોરોનાના ભુક્કા બોલાવા માટે વાપરી શકાય છે.
ટ્રાયલ શરૂ થશે
અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલી દવાઓ અને દવાના કમ્પાઉન્ડ એટલે કે તત્વોનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જોકે, આ તમામ દવાઓ કોરોના સામે લડવામાં કેટલી કારગર નિવડશે એ તો સમય આવ્યે જ જાણી શકાશે પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકોને મોટી આશા છે કે આ દવાઓના તત્વો કોરોનાને નાથવા માટે પુરતા છે.
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો ઉંડો અભ્યાસ કર્યો
આ દવાઓને શોધી અને આઇડેન્ટિફાય કરનારા વૈજ્ઞાનિકોએ જે દવાના કમ્પાઉન્ડ શોધ્યા છે અથવા તો જે દવાઓની સૂચિ આપી છે તે કોરોનાવાયરસ સામે શા માટે અસરકારક હોઈ શકે છે તેના માટે કોરોનાના વાયરસનો ખૂબ સઘન અભ્યાસ કરવામાં આવન્યો છે.
આ પણ વાંચો : Coronavirus : 31મી માર્ચ સુધી અમદાવાદના આ વિસ્તારોમાં ફેરિયા છાપા નહીં નાંખે
#Stayhome વિદેશથી આવેલા લોકો ઘરમાં રહે
વિદેશયાત્રાથી આવેલા લોકો 14 દિવસ ક્વૉરન્ટીનમાં રહેપોલીસ કમિશનર ભાટીયાએ કહ્યું કે જે લોકો વિદેશથી આવ્યા છે એ લોકો મહેરબાની કરી અને ઘરમાં રહે નહીતર કાયદેસરની કાર્યવાહી થશે. જો આ લોકો ક્વૉરન્ટીનનો નિયમ ભંગ કરશે તો પોલીસ તેમના સામે કેસ થશે. અમદાવાદમાં 3 લોકો સામે કેસ થઈ છે. પોલીસ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોના ઘરે જશે અને તપાસ કરશે જો બહાર નીકળેલા માલુમ પડ્યા તો કાર્યવાહી થશે.