Home /News /national-international /

ચીને કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે બે જ દિવસમાં 1000 બૅડની હૉસ્પિટલ બનાવી!

ચીને કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે બે જ દિવસમાં 1000 બૅડની હૉસ્પિટલ બનાવી!

તસવીર : ડેઇલી મેઇલ

વુહાનથી 75 કિલોમીટર દૂર આવેલા શહેરમાં સરકારે ફક્ત બે જ દિવસમાં 100 બૅડની હૉસ્પિટલ બનાવી દીધી, દર્દીઓની પ્રથમ બેચની સારવાર શરૂ.

    બેઇજિંગ : ચીનમાં આજકાલ કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીન ત્વરિત ત્વરિત કામ કરવા માટે વિશ્વમાં જાણીતું છે. તાજેતરમાં કોરોનાવાયરસ જ્યારે બેકાબૂ બન્યો છે ત્યારે ચીને દર્દીઓની સારવાર માટે બે જ દિવસમાં 1000 બેડની હૉસ્પિટલ બનાવી દીધી છે. ચીને એક ખાલી બિલ્ડિંગને ફક્ત બે જ દિવસમાં 1000 બૅડની હૉસ્પિટલમાં પરાવર્તિત કરી દીધું છે. 28મી જાન્યુઆરીના રોજ વુહાન શહેરની બાજુના શહેરમાં આ હૉસ્પિટલને શરૂ પણ કરી દેવામાં આવી છે. વુહાનમાં સૌપ્રથમ કોરોનાવાયરસ ફેલાયો હતો.

    ડેઇલી મેઇલના જણાવ્યા પ્રમાણે મજૂરો, સ્વયંસેવકો, બાંધકામનું કામ કરતી પેઢીઓ અને પેરા મિલિટરી પોલીસને 1000 પથારીવાળી હૉસ્પિટલ બનાવતા ફક્ત બે દિવસ લાગ્યા હતા.

    સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે યુદ્ધના ધોરણે બનાવવામાં આવેલી ડાબી માઉન્ટેઇન રિજનલ મેડિકલ સેન્ટર ખાતે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની પ્રથમ બેંચને સારવાર માટે ખસેડી દેવામાં આવી છે. શુક્રવારે સરકારે જાહેરાત કરી હતી કે વુહાનની બાજુમાં આવેલા ખાલી બિલ્ડિંગમાં ફક્ત કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલ બનાવવામાં આવશે.

    હુઆંગગેંગની સરકારે દાવો કર્યો છે કે સોમવાર સુધીમાં આ ખાલી બિલ્ડિંગમાં બૅડ, પાણી, લાઇટ, ઇન્ટરનેટ સહિતની સુવિધા શરૂ થઈ ગઈ હતી. હુઆંગગેંગ વુહાન શહેરથી આશરે 75 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. આ શહેરની વસ્તી આશરે 75 લાખ છે. આ શહેરમાં પણ કોરોનાવાયરસે કાળોકેર વર્તાવ્યો છે. વુહાનની જેમ આ શહેરને પણ 'બંધ' કરી દેવામાં આવ્યું છે.

    બીજી તરફ વુહાન સરકારે પણ જાહેરાત કરી છે કે તેઓ કોરોનાવાયરસના દર્દીઓ માટેની સારવાર માટે એક અઠવાડિયામાં હૉસ્પિટલ બનાવશે. આ હૉસ્પિટલનું હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે આવી ચાર હૉસ્પિટલો બની ગઈ છે અથવા તેનું બાંધકામ ચાલી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Mbbs, Students, Wuhan, ચીન`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन