અમેરિકામાં રૂ.3.83 કરોડની સ્કોલરશિપ મેળવનાર CBSC ટોપર વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત

News18 Gujarati
Updated: August 10, 2020, 11:39 PM IST
અમેરિકામાં રૂ.3.83 કરોડની સ્કોલરશિપ મેળવનાર CBSC ટોપર વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત
ફાઈલ તસવીર

કોરોના સંક્રમણના કારણે તે જૂનના પહેલા સપ્તાહમાં અમેરિકાથી ભારત આવી હતી. સોમવારથી સવારે પોતાના મામાને મળવા માટે કાકા સતેન્દ્ર ભાટી સાથે સિકંદરાબાદ (બુલંદશહર) જઈ રહી હતી.

  • Share this:
બુલંદશહરઃ અમેરિકાના (America) બોબસન કોલેજથી 3.83 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મેળવનાર સુદીક્ષા ભાટીનું સોમવારે માર્ગ અકસ્માતમાં (Road Accident) મોત નીપજ્યું હતું. દાદરી વિસ્તારની ડેરી સ્કનર ગામની રહેવાસી સુદીક્ષા પોતાના કાકાની સાથે બુલંદશહરમાં (Bulandshahr) રહેતા મામાને મળવા જઈ રહી હતી. રસ્તામાં તેની સ્કૂટીને એક બુલેટ ચાલકે ટક્કર મારી હતી. જેથી તે નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું.

સુદીક્ષા ભાટીના પરિવાજનોએ જણાવ્યું કે 20 ઓગસ્ટે અમેરિકા પરત જવાનું હતું. કોરોના સંક્રમણના કારણે તે જૂનના પહેલા સપ્તાહમાં અમેરિકાથી ભારત આવી હતી. સોમવારથી સવારે પોતાના મામાને મળવા માટે કાકા સતેન્દ્ર ભાટી સાથે સિકંદરાબાદ (બુલંદશહર) જઈ રહી હતી. નેશનલ હાઈવે ઉપર ઔરંગાબાદ ગામ પાસે એક બુલેટ સવારે તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. સુદીક્ષા અને સતેન્દ્ર રસ્તા ઉપર પટકાયા હતા. આ ઘટનામાં સુદીક્ષાનું મોત થયું હતું જ્યારે સતેન્દ્ર ભાટીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

HCL ફાઉન્ડેશની વિદ્યાજ્ઞાન સ્કૂલથી સીબીએસઈની ટોપર હતી

ડેરી સ્કનર ગામની રહેનારા જિતેન્દ્ર ભાટીની પુત્રી સુદીક્ષા ભાટી એચસીએલ ફાઉન્ડેશનની સ્કૂલ વિદ્યાજ્ઞાનમાં ભણી હતી. વર્ષ 2018માં સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સુદીક્ષાએ 98 ટકા મેળવ્યા હતા. સારા ટકા આવવાના કારણે સુદીક્ષાને અમેરિકાથી 3.83 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી હતી. તેણે ઓગસ્ટ 2019માં બોબસન કોલેજ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં એડમિશન લીધું હતું.

આ પણ વાંચોઃ-ન્યૂઝીલેન્ડે શું કર્યું જેનાથી 100 દિવસ સુધી Coronaનો એક પણ કેસ ન નોંધાયો

આ પણ વાંચોઃ-કોરોના લોકડાઉનમાં છૂટી ગયો અભ્યાસ, પરિવારનું પેટ ભરવા માટે ધો.12નો વિદ્યાર્થી ખોદે છે કૂવાઆ પણ વાંચોઃ-લગ્નવાંચ્છુક યુવકો માટે લાલબત્તી સમાન અમદાવાદનો કિસ્સો, લગ્નના બીજા જ દિવસે ચોરી કરી દુલ્હન ફરાર

આર્થિક તંગી હોવા છતાં લાંબુ અંતર કાપ્યું
સુદીક્ષા ભાટીનું પાંચમાં ધોરણ સુધીનું ભણતર ડેરી સ્ટનર ગામમાં પ્રાઈમરી સ્કૂલમાં જ થયું હતું. વર્ષ 2011માં છઠ્ઠા ધોરણ માટે સુદીક્ષાની પસંદગી વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં થઈ હતી. ત્યાંથી જ તેના જીવનમાં બદલાવ આવ્યો હતો. અત્યારે સુદીક્ષા બોબસન કોલેજથી આંતરપ્રેન્યોરશિપમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી. સુદીક્ષા બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. સ્કોલરશિપ મળ્યા પર સુદીક્ષાએ કહ્યુંકે તેનું સપનું સાચું થઈ ગયું.

પિતા-જિતેન્દ્ર ભાટી ચાર વિક્રેતા
સુદીક્ષાની કામયાબી એટલા માટે ગણાતી કારણે તે એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. તેમના પિતા ચા વેચવાનું કામ કરતા હતા. પરંતુ તેમણે ક્યારે પણ આર્થિક તંગીને સુદીક્ષાના અભ્યાસ વચ્ચે આવવા દીધી ન હતી.
Published by: ankit patel
First published: August 10, 2020, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading