UKમાં ખાસ પ્રકારના ચામાચીડિયામાં કોરોના માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસ મળ્યા : રિસર્ચ

coronavirus- યૂનાઇટેડ કિંગડમમાં એક ખાસ પ્રકારના ચામાચીડિયા હોર્સ શૂ બેટમાં સાર્સ-કોવ-2 વાયરસ મળ્યો છે, જેના કારણે માણસો કોરોનાથી સંક્રમિત થાય છે

coronavirus- યૂનાઇટેડ કિંગડમમાં એક ખાસ પ્રકારના ચામાચીડિયા હોર્સ શૂ બેટમાં સાર્સ-કોવ-2 વાયરસ મળ્યો છે, જેના કારણે માણસો કોરોનાથી સંક્રમિત થાય છે

  • Share this:
નવી દિલ્હી : યૂનાઇટેડ કિંગડમમાં એક ખાસ પ્રકારના ચામાચીડિયા હોર્સ શૂ બેટમાં સાર્સ-કોવ-2 વાયરસ મળ્યો છે, જેના કારણે માણસો કોરોનાથી સંક્રમિત થાય છે. યૂનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયા, ઝૂલૉજિકલ સોસાયટી ઓફ લંડન(ZSL) અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ(PHE)ના સહયોગથી કરવામાં આવેલ એક સંશોધનમાં આ બાબત સામે આવી છે. જોકે સંશોધકોનું કહેવું છે કે, તે વાતનું કોઇ પ્રમાણ નથી કે વાયરસ માણસોમાં ફેલાયો છે કે ભવિષ્યમાં તે ફેલાઈ શકે છે, જ્યાં સુધી તે મ્યુટેટ ન થઇ જાય.

નવો વાયરસ સરબેકોવાયરસ નામક કોરોના વાયરસ પેટા સમૂહમાં આવે છે, જેમાં સાર્સ-કોવ-2 અને સાર્સ-કોવ બંને સામેલ છે. કોવિડ-19 માટે સાર્સ-કોવ-2 જવાબદાર છે, જ્યારે સાર્સ-કોવ 2003માં પ્રકોપનું કારણ બન્યો હતો. ઇસ્ટ એંગ્લિયા વિશ્વવિદ્યાલયના સંશોધકોએ સમરસેટ, ગ્લોસ્ટરશાયર અને વેલ્સ જેવી જગ્યાઓથી 50થી વધુ કે ઓછા હોર્સશૂ ચામાચીડિયાના મળના નમૂના એકઠા કર્યા હતા. વિશ્વ વિદ્યાલયની વેબસાઇટ અનુસાર નમૂનાઓને વાયરસ વિશ્લેષણ(Virus Analysis) માટે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : પિતાએ 500 રૂપિયા ના આપતા યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

ચામાચીડિયાના નમૂનાઓની જીનોમ અનુક્રમણિકા(Genome Sequencing)એ એક સેમ્પલમાં નોવેલ કોરોના વાયરસની હાજરી શોધી છે. તેને રિસર્ચ ટીમ દ્વારા ‘RhGB01’ નામ આપવામાં આવ્યું છે. સાર્સ સંબંધિત કોરોના વાયરસ સરબેકોવાયરસને પહેલી વખત ઘોડાની નાળવાળા ચામાચીડિયામાં શોધી કાઢવામાં આવ્યો હતો અને તે યૂનાઇટેડ કિંગડમમાં શોધાયેલ પહેલો એવો વાયરસ પણ છે.

સંશોધકોનું કહેવું છે કે ચામાચીડિયાએ ‘લગભગ નિશ્ચિત રૂપે ખૂબ લાંબા સમય’ સુધી વાયરસને જાળવી રાખ્યો હશે અને આ પહેલી વખત છે, જ્યારે તેનું પરીક્ષણ કરાયું છે. હવે આ વાત જાણવા મળી છે. આ સાથે જ તેમણે કહ્યું કે જ્યાં સુધી વાયરસ મ્યુટેટ ન થાય, તેનાથી માણસોને સીધું જોખમ હોવાની શક્યતાઓ ન બરાબર છે.

સંશોધકોએ કહ્યું કે, જો એક કોવિડ-19 સંક્રમિત વ્યક્તિ વાયરસને સંક્રમિત ચામાચીડિયામાં મોકલે છે, તો વાયરસ મ્યુટેટ(Mutate) થઇ શકે છે. તેમણે ચામાચીડિયા કે તેમના ડ્રોપિંગ્સના સંપર્કમાં આવતા કોઇપણ વ્યક્તિને PPE પહેરવા માટે પણ કહ્યું છે. યુનિવર્સિટી ઓફ એંગ્લિયાના પ્રોફેસર ડાયના બેલે કહ્યું કે, હોર્સશૂ ચામાચીડિયા સમગ્ર યૂરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને જે ચામાચીડિયાનું અમે પરીક્ષણ કર્યું છે, તે તેમની સીમાના પશ્ચિમિ ભાગ પર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી શોધ આ પ્રકારના વાયરસની ભૌગોલિક અને પ્રજાતિઓ બંને શ્રેણીઓ પર વિગતવાર ચર્ચા કરે છે અને હોર્સશૂ ચામાચીડિયાની 90થી વધુ પ્રજાતિઓમાં તેમની મોટા પ્રમાણમાં હાજરીનો ખ્યાલ આપે છે.
First published: