Home /News /national-international /

માણસમાંથી Corona વાયરસ હવે Minkમાં પહોંચ્યો, અમેરિકામાં 10 હજારના મોત

માણસમાંથી Corona વાયરસ હવે Minkમાં પહોંચ્યો, અમેરિકામાં 10 હજારના મોત

મિંકમાં પહોંચ્યો કોરોના વાયરસ

માણસોમાંથી જાનવરોમાં ફેલાયો કોરોના વાયરસ. મિંકમાં કોરોનાનો પહેલો કેસ ઉટાહમાં જ આવ્યો

    ઉટાહ: અમેરિકાના ઉટાહ અને વિસ્કોન્સિનમાં 10 હજારની સંખ્યામાં ઉદબિલાવ (Mink Died)ના મોતને ભેટી છે. આ ઉદબિલાવ કોરોનાવાયરસના સંક્રમણના કારણે મોતને ભેટી છે. ઉટાહમાં કોવિડ-19ના કારણે 8 હજાર જ્યારે વિસ્કોન્સિનમાં બે હજાર ઉદબિલાવના મોત થયા છે.

    આ જાનવર આકારમાં નાના હોય છે, અને તેના શરીર પર રેશમી વાળ હોય છે. તેમના વાળ પર જર્રેદાર પ્રકારની ડિઝાઈન હોય છે. ઉટાહમાં જાનવરોના ડોક્ટર ડીન ટેલરે જણાવ્યું કે, હાલમાં પ્રાંતોમાં જાનવરોમાં કોરોના વાયરસનો પહેલો મામલો ઓગસ્ટમાં આવ્યો હતો. અહીં જુલાઈમાં પહેલી વખત ફાર્મ વર્કર્સને કોરોના વાયરસના સંક્રમણના મામલામાં તેના જાનવરોમાં પણ ફેલાઈ ગયો હતો.

    માણસોમાંથી જાનવરોમાં ફેલાયો કોરોના વાયરસ

    ડો. ડીને જણાવ્યું કે, રિસર્ચના શરૂઆતના તબક્કામાં એ સામે આવ્યું કે, વાયરસ માણસમાંથી જાનવરમાં પહોંચ્યો છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં એવો એક પણ કેસ નથી આવ્યો કે, જેમાં કોઈ જાનવરના કારણે માણસોમાં કોરોનાવાયરસ પહોંચ્યો હોય.

    મિંકમાં કોરોનાનો પહેલો કેસ ઉટાહમાં જ આવ્યો

    ડો. ડીને સીએનએન સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે અહીં કોરોના વાયરસના મામલા પર ખુબ ઊંડાણપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને એ જોઈ શકાય છે કે, કોવિડ-19નો કોઈ મામલો જાનવરોમાંથી માણસમાં નથી ગયો. જ્યારે તેનાથી ઉલટ થઈ રહ્યું છે કે, માણસમાંથી જાનવરો જરૂર સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે, આ અનુભવ છે કે, આ દિશાહીન માર્ગ છે. આ મામલાની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, મિંકમાં કોરોનાવાયરસનો પહેલો મામલો અમેરિકામાં ઉટાહમાં જ સામે આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Health Ministry) જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં નવા 73,272 કેસ નોંધાયા છે. શુક્રવારે દેશમાં 70,496 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં 24 કલાકમાં 926 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 1,07,416 લોકોમાં મૃત્યું થયા છે. આ સાથે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8,83,185 પર પહોંચી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 69,79,424 થઈ છે. જેમાંથી કુલ 59,88,823 દર્દી સાજા થયા છે. કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબર પર રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Coronavirus, અમેરિકા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन