કોરોના વાયરસ : ફ્રાંસથી આવેલા વ્યક્તિએ તોડ્યા નિયમ, હજારો મહેમાનોને બોલાવીને કર્યા લગ્ન

News18 Gujarati
Updated: March 21, 2020, 3:43 PM IST
કોરોના વાયરસ : ફ્રાંસથી આવેલા વ્યક્તિએ તોડ્યા નિયમ, હજારો મહેમાનોને બોલાવીને કર્યા લગ્ન
પ્રતિકાત્મક તસવીર

તંત્રએ ફ્રાંસથી આવેલા વ્યક્તિને બે સપ્તાહ માટે ઘરમાં રહેવાની સલાહ આપી હતી.

  • Share this:
હૈદરાબાદ : કોરોના વાયરસ અંગે હજી પણ ઘણાં લોકો લાપરવાહ છે અને આવા લોકો અન્ય લોકોનાં જીવ પણ જોખમમાં નાંખે છે. આવો જ એક મામલો તેલંગાનામાંથી સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિ ફ્રાંસથી પરત ફર્યો હતો. તંત્રએ તેને બે સપ્તાહ માટે ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ તેણે આ કોઇ ચિંતા કર્યા વગર લગ્ન કરી લીધા. આ લગ્નમાં એક હજારથી વધારે લોકો પહોંચ્યાં હતાં. આ મામલો સામે આવ્યાં પછી હંગામો મચી ગયો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ લગ્ન ગુરૂવારનાં રોજ થયા હતાં. આ વ્યક્તિનાં લગ્ન હૈદરાબાદથી દોઢસો કિલોમીટર દૂર હનામકોંડામાં હતાં. રાજ્યનાં સીએમ ચંદ્રશેખર રાવે લકોને અપીલ કરી હતી કે, લગ્નમાં માત્ર 200 લોકોને જ બોલાવે. તે છતાં આ લગ્નમાં બે હજારથી વધારે લોકો પહોંચ્યાં હતાં. સૂત્રોની માનીએ તો દુલ્હાનાં સંબંધી એક મોટા મંત્રી છે.

આ પણ વાંચો : coronavirus : રાજ્યમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ, શ્રીલંકાથી પરત આવેલા વડોદરાના આધેડ સંક્રમિત

લગ્ન બાદ મોટા રિસેપ્શનનો પણ પ્લાન હતો. પરંતુ સીએમ ઓફિસને આ મામલાની જાણ થતાં રિસેપ્શન અટકાવવાનું કહ્યું. તંત્ર હવે એ જાણવા મથી રહ્યું છે કે, આ લગ્નમાં કોણ કોણ સામેલ થયા હતાં. તમામ મહેમાનો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ પ્રમાણે આ માણસ 12 માર્ચનાં રોજ ફ્રાંસથી આવ્યો હતો.

આ પણ વાંચો : COVID-19: મુશ્કેલીમાં કનિકા કપૂર, પ્રોટોકોલ તોડવાના મામલામાં લખનઉ પોલીસે FIR નોંધી

ભારતમાં અત્યાર સુધી 236 મામલા સામે આવ્યાં છે. કાલે એક જ દિવસમાં 63 કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોમાં 32 વિદેશી જેમાં 17 ઇટાલી, ત્રણ ફિલીપીનનાં, બે બ્રિટન અને એક એક કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપુરનાં નિવાસી છે. જેમાં અત્યાર સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં ચાર મોત નીપજ્યાં છે.આ પણ જુઓ
First published: March 21, 2020, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading