નવી દિલ્હી. ભારતમાં બીજી લહેરના કહેર (Corona Second Wave) વચ્ચે રોજ 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી લાખો લોકોએ વાયરસ (COVID-19)ના કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારાના કારણે હૉસ્પિટલો (Covid Hospitals)માં દર્દીઓ (Corona Patients) માટે બેડ અને ઓક્સિજનની અછત (Oxygen Shortage) સર્જાયેલી છે. આવી વિપરીત સ્થિતિમાં પણ કોરોના દર્દીઓને બચાવવા માટે ડૉક્ટર (Doctors) અને નર્સ (Nurses) દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ આવા અનેક વીડિયો અને પ્રસંગો શૅર કરવામાં આવે છે, જેનાથી બીજા દર્દીઓને આ વાયરસ સામે લડવાની હિંમત મળી રહે છે.
દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ 30 વર્ષીય યુવતી પણ કંઈક આવા જ પ્રકારે કોરોનાની વિરુદ્ધ જંગ લડી રહી છે, ઉપરાંત અન્ય લોકોને પણ બીમારી સામે લડવાની પ્રેરણા આપી રહી છે. આ યુવતીની વાત હૉસ્પિટલની જ એક ડૉક્ટરે શૅર કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને યુવતીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોને ટ્વીટર પર શૅર કર્યો છે ડૉક્ટર મોનિકા લંગેહે. વીડિયોમાં યુવતીના મોઢા પર ઓક્સિજન માસ્ક લાગેલો જોઈ શકાય છે અને સાથોસાથ ‘લવ યૂ જિંદગી’ ગીત પણ ચાલી રહ્યું છે.
She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG
— Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 8, 2021
આ વીડિયોને શૅર કરતાં ડૉક્ટર મોનિકાએ તેના કેપ્શનમાં લખ્યું, આ 30 વર્ષની યુવતીને આઇસીયૂ બેડ નહોતો મળ્યો. બાદમાં ગંભીર સ્થિતિમાં આ યુવતીની સારવાર કોવિડ ઇમરજન્સીમાં શરૂ કરવામાં આવી અને છેલ્લા દસ દિવસથી સારવાર ચાલી રહી છે. હાલ યુવતી એનઆઇવી સપોર્ટ પર છે. તેને રેમડેસિવિર દવા આપવામાં આવી ચૂકી છે અને તે પ્લાઝમા થેરાપી પણ લઈ ચૂકી છે. આ યુવતીની ઈચ્છાશક્તિ ખૂબ મજબૂત છે. તેણે આજે મને ગીત વગાડા માટે મંજૂરી માંગી, જેની મેં સ્વીકૃતિ આપી. શીખ- ક્યારેય હિંમતનો સાથ ન છોડો.
ડૉક્ટર મોનિકા લંગેહે આ વીડિયોને 8 મેના રોજ ટ્વીટર પર શૅર કર્યો હતો, જેને અહેવાલ પ્રકાશિત થવા સુધીમાં 40.3 હજાર લાઇક્સ મળી ચૂકી છે, જ્યારે 9000થી વધુ વાર વીડિયોને રીટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર 2000થી વધુ કોમેન્ટ્સ આવી છે જેમાં કોરોનાથી જંગ લડી રહેલી આ યુવતીના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર