COVID-19 : બિહારમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક દિવસમાં 1,700થી વધારે કેસ

ન્યૂઝ18 ક્રિએટિવ.

  • Share this:
    પટના : બિહારમાં કોરોના (Bihar Coronavirus Cases)નો કહેર સતત ચાલી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં રેકોર્ડ 1,742 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ (Health Department)તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એક દિવસમાં સામે આવેલા આ અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. શુક્રવારે જે આંકડા અંગે જણાવવામાં આવ્યું તેમાં 16 જુલાઇના રોજ 901 અને 15 જુલાઇના રોજ કે તેનાથી પહેલા 841 કેસ હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓ (Corona Patients)ની સંખ્યા વધીને 23 હજાર 600 પર પહોંચી છે. જેમાંથી અત્યારસુધી 14997 દર્દીઓ સાજા થયા છે.

    ગુરુવારે અને શુક્રવારે 10,273 સેમ્પલની તપાસ

    સ્વાસ્થ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુરુવાર અને શુક્રવાર વચ્ચે 10,273 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ ક્રમમાં પટના જિલ્લામાં 99 દર્દીની પુષ્ટિ તઈ છે. પટનામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3,245 થઈ છે. રાજ્યમાં જે 1,742 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે સીવાનમાં 122, નાલંદામાં 105, પટનામાં 99, પશ્ચિમ ચાંપારણમાં 98, ભાગપુરમાં 63 તથા મુંગેરમાં 58 કેસ સામેલ છે.

    24 કલાકમાં 896 લોકો સાજા થયા

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 896 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 14,997 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. હાલ બિહારમાં કોવિડ 19 સક્રિય કેસની સંખ્યા 8,129 છે. બિહારમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં રિકવરી રેટ 64.36% છે.

    આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા, 24 કલાકમાં 17 દર્દીઓના મોત



    સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલય સુધી પહોંચ્યો કોરોના

    આ દરમિયાન બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેની ઑફિસ સુધી કોરોના પહોંચી ગયો છે. તેમની ઑફિસના છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં તેમના સચિવ, ડેટા એન્ટ્રી ઑપરેટર, કોમ્પ્યુટર ઑપરેટર સામેલ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામ કર્મચારીઓને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

    વીડિયોમાં જુઓ : UNSCમાં પીએમ મોદીનું સંબોધન

    મોટા અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા

    જ્યારે ભાગલપુરમાં અનેક મોટા અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જિલ્લા અધિકારી, ડીએમ, ડીડીસી અને એડીએમ પછી હવે કમિશનર પણ કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ આવ્યા બાદ તેઓ હોમ ક્વૉરન્ટીન થયા છે. જ્યારે ગોપાલગંજમાં નગર પરિષદના ચેરમેન સહિત 29 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સિવિલ કોર્ટ કર્મચારી, ફેડરલ બેંક, ગ્રામીણ બેંક, સદર હૉસ્પિટલ, સદર બ્લૉકમાં પણ કોરોના વાયરસે દસ્તક દીધા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 596 થઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: