CoronaVirus: લૉકડાઉનમાં લોકોને ઘરમાં જ રાખવાનું ગતકડું, પોર્ન સાઇટે ફ્રી 'પ્રિમિયમ' સ્કીમ આપી

CoronaVirus: લૉકડાઉનમાં લોકોને ઘરમાં જ રાખવાનું ગતકડું, પોર્ન સાઇટે ફ્રી 'પ્રિમિયમ' સ્કીમ આપી
પ્રતિકાત્મક તસવીર

પોર્નહબ નામની પોર્ન વેબસાઇટે અગાઉ આ સેવા ઇટાલી, સ્પેન અને ફ્રાન્સમાં પ્રિમિયમ સેવા ફ્રી જાહેર કરી હતી હવે સમગ્ર વિશ્વમાં આપવાની જાહેરાત કરી

  • Share this:
    સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Coronavirus)નો જોરદાર કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં લૉક ડાઉન (Lock Down) છે ત્યારે લોકો પોતપોતાના ઘરમાં કેદ છે. એવા સમયે એક પૉર્ન સાઇટ (Porn Site)એ પોતાનું કન્ટેન્ટ મફત (Free) કરી દીધું છે. પૉર્નહબ (PornHub)ના નામથી જાણીતી પૉર્ન સાઇટે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ વર્લ્ડ વાઇડ લોકો માટે મફત કરી દીધું છે. પૉર્ન સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેનું પ્રિમિયમ કન્ટેન્ટ આગામી 3 એપ્રિલ સુધી ઈટલીના લોકો મફતમાં જોઈ શકશે.

    એક રિપોર્ટ મુજબ, પૉર્નહબે તેને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઈટલીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં સાઇટ મૉડલહબ પ્લેટફોર્મમાં થયેલી કમાણીને બીમારીનો સામનો કરવા માટે આર્થિક મદદ તરીકે દાનમાં આપશે.



    પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે, 'અમે આપ સૌને પ્રેમ કરીએ છીએ. પૉર્નહબએ નિર્ણય લીધો છે કે તેઓ મૉડલહબથી થનારી કમાણીનો કેટલોક હિસ્સો કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરવા આર્થિક મદદ તરીકે દાનમાં આપશે. આ દરમિયાન આપ લોકોની મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે મફત કરી દીધું છે. આપને નાણા ખર્ચ કરવાની જરૂર નથી.'

    પૉર્નહબ દુનિયાની સૌથી જાણીતી અને મોટી પૉર્ન સાઇટ છે. તેને 2007માં લૉન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ સાઇટને 42 બિલિયન એટલે કે 4200 કરોડ વખત જોવામાં આવી. આ સાઇટ પર દરરોજ 115 મિલિયન એટલે કે 11 કરોડથી વધુ લોકો આવ્યા. પૉર્નહબમાં ટ્રાફિક આવવાના મામલામાં ઈટલી સાતમા સ્થાને છે. એટલે કે પૉર્નહબને સૌથી વધુ જોનારા દેશોમાં ઈટલીનો નંબર સાતમો છે.
    Published by:News18 Gujarati
    First published:March 25, 2020, 23:32 pm

    ટૉપ ન્યૂઝ