Coronavirus : લૉકડાઉન લંબાશે કે નહી? PM મોદીના નિર્ણયની જાહેરાત રવિવારે સાંજે થઈ શકે

News18 Gujarati
Updated: April 10, 2020, 11:44 PM IST
Coronavirus : લૉકડાઉન લંબાશે કે નહી? PM મોદીના નિર્ણયની જાહેરાત રવિવારે સાંજે થઈ શકે
130 કરોડની વસ્તીમાં 1000ની મોત આ શીર્ષક સાથે CNN ઇન્ટરનેશનલમાં એક રિપોર્ટ રજૂ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં તો કોરોના સંક્રમણ જંગલમાં ફેલાયેલી આગની જેમ ફેલાઇ જવો જોઇએ. પણ હજી સુધી જે થયું છે ચમત્કાર છે. ભારતમાં મોતનો આંકડ તેની વસ્તીની સામે પ્રતિ દસ લાખ 0.76 છે. જે બીજા દેશોની સામે ખૂબ જ ઓછો છે. અમેરિકામાં આ ક્રમાંક 175થી પણ વધુ છે. જ્યારે બેલ્જિયમમાં સૌથી વધુ 633 છે. આ રિપોર્ટ મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે લોકડાઉન લાગુ કરવામાં સરકારને બહુ વધારે મુશ્કેલી નથી આવી. પીએમ મોદીએ ખૂબ જ સરળતાથી દેશને 40 દિવસ માટે લોકડાઉન માટે રાજી કર્યા છે. જેની સીધી અસર સંક્રમણ પર જોવા મળી છે. જો કે જાણકારોનું માનવું છે કે ભારતે હજી ખુશી મનાવવાની જરૂર નથી. લોકડાઉન ખુલ્યા પછી મોદી સરકારની સાચી પરીક્ષા શરૂ થશે.

આવતીકાલે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી ચર્તા કરશે ત્યારબાદ લેવાશે અંતિમ નિર્ણય

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રીય લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી શકે છે. દેશમાં હાલમાં 21 દિવસનું રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન શરૂ છે ત્યારે આ લૉકડાઉન લંબાય તેવી વકી છે.જોકે, શનિવારે સાંજે વડાપ્રધાન મોદી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે અને ત્યારબાદ નિર્ણય લઈ શકે છે. અગાઉની વીડિયો કૉન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને પંજાબ, ઓરિસ્સાના મુખ્યમંત્રીએ લૉકડાઉન લંબાવાની હિમાયત કરી હતી. મોટા ભાગના મુખ્યમંત્રીઓનો મત એવો છે કે લૉકડાઉન લંબાવવામાં આવે.

જોકે, જાણકારો કહે છે કે લૉકડાઉન લંબાશે તો અમુક સેક્ટરમાં છૂટછાટ આપવામાં આવશે પરંતુ આંતરરાજ્ય પરિવહન બંધ રહેવાનની પૂરેપુરી શક્યતા છે. તદઉપરાંત પ્રત્યેક રાજ્યોમાં વધુ કડકાઈ સાથે અમલ કરાવવામાં આવશે.




દેશમાં ઓરિસ્સા રાજ્યએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે આ રાષ્ટ્રીય લૉકડાઉનને તેઓ 30મી એપ્રિલ સુધી લંબાવશે. આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પણ લૉકડાઉન લંબાવવાની વકીલાત કરી હતી. પંજાબમાં સંભવત: રાષ્ટ્રીય લૉકડાઉન લંબાશે ત્યારે વડાપ્રધાન આ દિશામાં શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  Coronavirus: વિશ્વના આ દેશમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 881 લોકોનાં મોત, વિદેશ મંત્રીએ આપી ચેતવણીવડાપ્રધાને રાજકીય દળોને કહ્યું છે કે લૉકડાઉન લંબાવવા સીવાય રસ્તો નથી

અગાઉ વડાપ્રધાન મોદીએ દેશના તમામ રાજકીય દળો સાથે ચર્ચા કરી હતી અને લૉકડાઉન લંબાવવા સિવાય કોઈ રસ્તો નથી તેવી હિમાયત કરી હતી જોકે, હજુ સુધી આ અંગે સરકારે કોઈ નિર્ણય લીધો નથી ત્યારે લૉકડાઉન લંબાય તેવી પૂરેપુરી શક્યતા છે.

 
First published: April 10, 2020, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading