PM મોદીએ કહ્યું, કોરોના સામે આપણે માત્ર જીતવાનું છે, વાંચો ભાષણની 7 મહત્ત્વની વાતો

News18 Gujarati
Updated: April 6, 2020, 1:40 PM IST
PM મોદીએ કહ્યું, કોરોના સામે આપણે માત્ર જીતવાનું છે, વાંચો ભાષણની 7 મહત્ત્વની વાતો
કોરોના વિરદ્ધની લડાઈમાં આપણે જીતીશું, લડાઈમાં વિજય મેળવવો આપણા લોહીમાં છે, આપણા સંસ્કારમાં છેઃ પીએમ નરેન્દ્ર મોદી

કોરોના વિરદ્ધની લડાઈમાં આપણે જીતીશું, લડાઈમાં વિજય મેળવવો આપણા લોહીમાં છે, આપણા સંસ્કારમાં છેઃ પીએમ નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોબિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યં કે આજે સમગ્ર માનવ જાતિ પર સંકટ છે. કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધની લડાઈ ખૂબ લાંબી છે, તેથી થાકવાનું નથી અને ન હાર માનવાની છે. આપણે આ લડાઈમાં માત્ર જીતવાનું છે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4000ને પાર કરી ગયો છે. અત્યાર સુધી 4362 સંક્રમિતો મળ્યા છે. બીજી તરફ, 110 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આજે લૉકડાઉનનો 13મો દિવસ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે સરકાર લૉકડાઉનને આગળ વધારી શકે છે.

પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો

1. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની વિરદ્ધ લડાઈને આપણે જીતીને બહાર આવીશું. લડાઈમાં વિજય મેળવવો આપણા લોહીમાં છે, આપણા સંસ્કારમાં છે.

2. કોરોના સંકટ પર પીએમ મોદીએ કહ્યું કે, દીવાના મહાપ્રકાશે એકજૂથતાનો અનુભવ કરાવ્યો છે. આપણે વિજયી થઈને બહાર આવવાનું છે. પડકારોથી ભરેલું આ વાતાવરણ દેશની સેવા માટે આપણા સંસ્કાર,સમર્પણ અને પ્રતિબદ્ધતાને લઈ વધુ સશક્તા થવાનો માર્ગ નક્કી કરે છે.

3. પીએમ મોદીએ કહ્યું કે, આ દરમિયાન એકજૂથતા ઘણી જરૂરી છે, જેની અસર આપણે લૉકડાઉન, જનતા કર્ફ્યૂ દરમિયાન જોઈ. 130 કરોડ લોકોના દેશે લૉકડાઉનનું પાલન કર્યું છે, આ અભૂતપૂર્વ છે. દીપ પ્રગટાવવાને લઈ પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક લોકો એકજૂથતાનો સંદેશ આપવા આવ્યા હતા, જેનાથી કોરોનાની વિરુદ્ધ સંકલ્પ વધુ મજૂબત થયો છે.

4. તેઓએ કહ્યું કે, આ લડાઈમાં એકજૂથતા ઘણી જરૂરી છે, જેની અસર આપણે લૉકડાઉન, જનતા કર્ફ્યૂ દરમિયાન જોઈ. 130 કરોડ લોકોના દેશમાં લૉકડાઉનનું પાલન કર્યું છે, જે અભૂતપૂર્વ છે.

5. કોરોના વાયરસના મામલે પીએમ મોદીએ કહ્યું કે, ભારતે સમયસર આ સંકટ સામે તૈયારી શરૂ કરી દીધી હતી. ભારત સરકાર અને રાજ્ય સરકારો મળીને આકરા નિર્ણય લઈ રહી છે. કોરોનાનો સામનો કરવા માટે ભારતે જે નિર્ણય લીધા છે, તેઓ દુનિયા માટે ઉદાહરણરૂપ બન્યા છે.

આ પણ વાંચો, ખુશખબર! ભારત બાયોટેકે તૈયાર કરી કોરોના વાયરસની વેક્સીન, ટ્રાયલ માટે અમેરિકા મોકલી

6. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના પગલાંના વખાણ WHOએ પણ કર્યા છે, આ ઉપરાંત દુનિયાના અનકે મંચો પર કોરોનાના મુદ્દે ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અનેક દેશોના પ્રમુખોથી અમારી વાત થઈ છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે જે ગરીબીની વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. પરંતુ આ સંકટની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ કરી રહ્યા છીએ.

7. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા માટે એક જ મંત્ર છે- સોશિયલ ડિસ્ટન્સિંગ અને અનુશાસનનું પૂરું પાલન કરવું. મને આશા છે કે બીજેપીનો દરેક કાર્યકર્તા પોતાની રક્ષા કરતા-કરતા પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખશે અને દેશને પણ સુરક્ષિત કરશે. આ સિદ્ધાંત પર આપણે ચાલવાનું છે.

આ પણ વાંચો, COVID-19: અમેરિકામાં મહિલાઓની તુલનામાં પુરુષોના કેમ વધુ થઈ રહ્યા છે મોત
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading