Home /News /national-international /

પ્લાઝ્મા રેકેટ! હલકી કક્ષાનું પ્લાઝ્મા ચઢાવવાથી કોરોના દર્દીનું મોત, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

પ્લાઝ્મા રેકેટ! હલકી કક્ષાનું પ્લાઝ્મા ચઢાવવાથી કોરોના દર્દીનું મોત, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત વેપારીના લોહીમાં સંક્રમણ મળ્યું હતું. આ સંક્રમણ પ્લાઝ્મા ચઢાવ્યા બાદ ફેલાયું હતું.

  ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના (Mandhya pradesh) ગ્વાલિયરમાં (Gwalior) એક સમસનીખેસ મામલો સામે આવ્યો છે. અહીં ખરાબ પ્લાઝ્મા (Bad plasma) ચઢાવવાના કારણે કોરોના દર્દીનું મોત (corona patient died) થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સો સામે આવતા જ ક્રાઈમ બ્રાન્ચ (crime branch), જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ બ્લડ બેન્ક (blood bank) ઉપર કાર્યવાહી કરવામાં લાગી છે. આ મામલાને લઈને ખરાબ પ્લાઝ્મા ચઢાવનાર હોસ્પિટલ રોડ સ્થિત રાધાસ્વામી બ્લડ બેન્કની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ડોક્યૂમેન્ટમાં કમી જાણવા મળી હતી.

  પ્લાઝ્મા કાંડનો મુખ્ય આરોપી જયારોગ્ય હોસ્પિટલના લેબ અટેન્ડર મનીષ ત્યાગીનો ભાઈ અજય ત્યાગી હતો. પોલીસે તની ધરપકડ કરી હતી. પડાવ પોલીસે પીએમ રિપોર્ટ મળ્યા બાદ અજય ત્યાગી સહિત ત્રણ લોકો સામે બીનઈરાદાપૂર્વક હત્યા, છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ ઉપરાંત અન્ય જગદીશ અને મહેન્દ્ર નામના બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી.

  હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અજય ત્યાગી સાથે પ્લાઝ્મા કાંડ સંબંધમાં પૂછપરછ કરી રહી છે. રેકેટમાં રેડક્રોસ સાથે જોડાયેલા કેટલાક લોકો સામે આવી શકે છે. પોલીસે શંકાના આધાર ઉપર રેકક્રોસ સાથે જોડાયેલા 8થી 10 લોકો સાથે પૂછપરછ કરી હતી. આજતક વેબસાઈટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે એપોલો હોસ્પિટલમાં પ્લાઝ્મા ચઢાવ્યા દરમિયાન દતિયાના વેપારી મનોજ ગુપ્તાની તબિયત બગડી હતી અને તેમનું 10 ડિસેમ્બરે મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરત: એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણનાં મોત, નદી કિનારે નેપાળી પરિવારનો કલ્પાંત

  ત્યારબાદ મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. કે તેમણે પ્લાઝ્મા 18 હજારમાં ખરીદ્યા હતા. તેમની હંગામા બાદ પ્લાઝ્માની તપાસ કરવા માટે કમિટિની રચના કરવામાં આવી હતી. પ્લાઝ્માની તપાસ અને મૃતકના શોર્ટ પોસ્ટ્મોર્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો કે મોતને ભેટેલા કોરોના સંક્રમિત વેપારી મનોજ ગુપ્તાને ખરાબ પ્લાઝ્મા ચઢાવવામાં આવ્યું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું. વેપારીના મોત બાદ પોલીસે પ્લાઝ્મા વેચનાર માસ્ટરમાઈન્ડ અજય શંકર ત્યાગી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણેની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું, થલતેજની હોટલમાં યુવકની આત્મહત્યા

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! સ્કૂલ જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

  વધુ મળતી માહિતી પ્રમાણે ગેંગમાં પાંચ લોકોના નામ સામે આવ્યા છે. પરંતુ હજી વધારે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત વેપારીના લોહીમાં સંક્રમણ મળ્યું હતું. આ સંક્રમણ પ્લાઝ્મા ચઢાવ્યા બાદ ફેલાયું હતું. મૃતકના વિસેરાની પણ તપાસ કરવામાં આવી હતી. આ ગેંગે કોરોના સંક્રમિત વેપારીના પરિવારજનો જેએએચની નકલી રસીદ પકડાવીને 18 હજારમાં પ્લાઝ્મા વેચ્યું હતું. પ્લાઝ્મા ચઢાવ્યાના બે દિવસમાં દર્દીનું મોત નીપજ્યું હતું.  કોરોના સંક્રમિત દર્દીઓના પરિજનો પાસેથી એવું કહીને પૈસા વસૂલતા હતા કે પ્લાઝ્મા જેએએચથી અપાવી રહ્યા છે. તેઓ જેએએચની નકલી રસીદ પણ પકડાવવા હતા. જેથી પરિવારજનોને વિશ્વાસ આવી જાય. પોલીસે એ શોધવા લાગી છે કે આ લોકો પ્લાઝ્મા ક્યાંથી લાવતા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, પ્લાઝમા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन