નવી દિલ્હીઃ દવા બનાવનારી કંપની ફાઇઝર (Pfizer)ના ભારતીય યૂનિટે તેમના દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીન (Corona vaccine)ના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)સમક્ષ અરજી કરી છે. ફાઇઝરે તેની કોવિડ-19 (COVID-19) વેક્સીનને બ્રિટન અને બહરીનમાં આવી જ મંજૂરી મળ્યા બાદ આ અનુરોધ કર્યો છે.
અધિકૃત્ર સૂત્રોએ જણાવ્યું કે, દવા નિયામકને દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં કંપનીએ દેશમાં વેક્સીનના આયાત અને વિતરણના સંબંધમાં મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, દવા અને ક્લીનિકલ પરીક્ષણ નિયમ, 2019ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતની વસ્તી પર ક્લીનિકલ પરીક્ષણની છૂટ આપવાનો પણ અનુરોધ કર્યો છે.
એક સૂત્રએ કહ્યું કે, ફાઇઝર ઈન્ડિયાએ ભારતમાં તેની કોવિડ-19 વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે 4 ડિસેમ્બરે DGCIની સમક્ષ અરજી કરી છે.
આ પણ વાંચો, વેક્સીન ડોઝ બુકિંગ કરાવવા મામલે ભારત નંબર-1, 'Novavax' પર મૂક્યો સૌથી વધુ ભરોસો
બ્રિટને બુધવારે ફાઇઝરની કોવિડ-19 વેક્સીનના ઇમરજનસી ઉપયોગ માટે અસ્થાયી મંજૂરી આપી હતી. બ્રિટન બાદ બહરીન શુક્રવારે દુનિયાનો બીજો દેશ બની ગયો છે જેણે દવા નિર્માતા કંપની ફાઇઝર અને તેના જર્મન સહયોગી બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી આપી છે. દવા કંપની પહેલા જ અમેરિકામાં આવી જ મંજૂરી માટે અરજી કરી ચૂકી છે.
આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ- કોરોના વેક્સીન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે, થોડાક સપ્તાહમાં તૈયાર થઈ જશે
ફાઇઝરની આ વેક્સીનને -70 (માઇનસ 70) ડિગ્રી સેલ્સિયસ પર રાખવાની જરૂર પડે છે. એવામાં ભારતીય પરિસ્થતિઓ કોઈ પડકારથી ઓછી નથી અને આ જ કારણ છે કે ભારતમાં હજુ સુધી ફાઇઝરની વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ પણ નથી થયા. આમ તો કેન્દ્ર સરકાર ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર નજર ટેકવીને બેઠી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેની લોકલ પાર્ટનર છે અને ચર્ચા છે કે આ વેક્સીનને આગામી થોડાક દિવસોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પણ મળી જશે.
Published by:Mrunal Bhojak
First published:December 06, 2020, 08:09 am