કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ ફેફસાંની આ સમસ્યા વધી, ડૉક્ટરો ચિંતિત

પ્રતીકાત્મક તસવીર

અનિતા મેથ્યુએ કહ્યું કે, કોવિડ ક્લિનિકમાં આવતા દરેક 100 દર્દીઓમાંથી ઓછામાં ઓછા 70માં લાંબા સમયથી કોવિડના કેટલાક લક્ષણો જોવા મળે છે.

 • Share this:
  મુંબઇમાં (Mumbai) કોરોના વાયરસથી (Coronavirus) સાજા થયેલા દર્દીઓને ફરીથી હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થવાથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. રાજ્ય આ દર્દીઓનાં નામ રોતાના રેકોર્ડ પર રાખતું નથી, નિષ્ણાતો કહે છે કે, જે દર્દીઓએ હૉસ્પિટલમાં 15 દિવસથી વધુ સમય વિતાવ્યો હોય અથવા કોરોના વાયરસનાં ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને ફરીથી હૉસ્પિટલમાં (hospitalised after covid 19 recovery) દાખલ થવાનું જોખમ વધારે છે.

  કેઇએમ હૉસ્પિટલના ભૂતપૂર્વ ડીન અને રાજ્ય સરકાર કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.અવિનાશ સુપેએ જણાવ્યું હતું કે, 'કોરોનાવાયરસના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ આ રોગમાંથી સાજા થયેલા દર્દીઓ ફરીથી હૉસ્પિટસમાં સારવાર લેવા આવે તેવા કેસો લધી રહ્યાં છે. એક ડૉક્ટરે યાદ કરીને જણાવ્યું કે, કેવી રીતે 76 વર્ષીય દર્દીને, જે પહેલી વાર ચેપ લાગ્યાં પછી 15 દિવસથી વધુ સમય માટે હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, તેઓ તેલંગાણામાં પોતાના ઘરે પાછા ફર્યા બાદ તેમને શ્વાસ લેવાની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું હતું કે, તેમને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા દિવસ પછી ફેફસાંમાં વધારે સોજાને કારણે થોડા દિવસો પછી તેમનું મોત નીપજ્યું હતું.

  અમેઠી: જ્યારે રડતા રડતા એક દીકરીએ સ્મૃતિ ઇરાનીને કહ્યું, 'ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટમાં મારી માતા સાથે રેપ થયો છે'

  આવા દર્દીઓ સૌથી કમજોર અથવા અતિસંવેદનશીલ હોય છે, જેને કોરોનામાંથી સ્વસ્થ થયા પછી ઘરે મહિનાઓ સુધી ઓક્સિજનની જરૂર પડે છે. મે મહિનામાં, મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના પોસ્ટ કોવિડ ક્લિનિકમાં આવા નવા 170 દર્દીઓ દાખલ છે.

  લોકગાયિકા ગીતા રબારીએ ઘરે Corona વેકસીન લેતા થયો મસમોટો વિવાદ, આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ

  ફોર્ટિસ હોસ્પિટલના ચેપી રોગ વિશેષજ્ ડૉ. અનિતા મેથ્યુએ જણાવ્યું હતું કે, 'સાર્સ-સીઓવી -2 વાયરસ શરીરના વિશાળ પેશીઓમાં ચેપ લગાડવા માટે સક્ષમ છે. આની અસર એવી છે કે, તેમના પ્રારંભિક સંક્રમણનાં મહિનાઓ પછી, કેટલાક કોવિડ દર્દીઓમાં લક્ષણોની ચિંતાજનક સંખ્યા જોવા મળે છે.'

  અનિતા મેથ્યુએ કહ્યું કે, કોવિડ ક્લિનિકમાં આવતા દરેક 100 દર્દીઓમાંથી ઓછામાં ઓછા 70માં લાંબા સમયથી કોવિડના કેટલાક લક્ષણો જોવા મળે છે. આ સાથે, તેમણે કહ્યું, 'આમાંના લગભગ 20% ગંભીર લક્ષણો છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.'
  Published by:Kaushal Pancholi
  First published: