Home /News /national-international /Coronavirus: વિદેશથી આવનારા માટે આજથી નિયમ બદલાયા, હોમ આઇસોલેશનમાં 7 દિવસ રહેવું પડશે

Coronavirus: વિદેશથી આવનારા માટે આજથી નિયમ બદલાયા, હોમ આઇસોલેશનમાં 7 દિવસ રહેવું પડશે

આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે આજથી નિયમ બદલાયા. (file pic)

Covid-19 rules for international passengers: ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આઠમા દિવસે કરવામાં આવેલ ટેસ્ટનું રિઝલ્ટ એર સુવિધા પોર્ટલ (સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ માટે) પર અપલોડ કરવાનું રહેશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. દુનિયાભરમાં વધતાં કોરોના વાયરસ સંક્રમણ (coronavirus) વચ્ચે હવે વિદેશથી ભારત આવનારા તમામ મુસાફરો માટે મંગળવારથી નવા નિયમ લાગુ (Covid-19 guidelines) થઈ ગયા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો (international passengers) માટે સાત દિવસ ઘરે જ ક્વોરન્ટીન (Home Quarantine)માં રહેવાનું અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવું અનિવાર્ય કરી નાખ્યું છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરો પરના નિયંત્રણો વધારતા આ સંદર્ભમાં સંશોધિત ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

    જારી ગાઇડલાઇન 11 જાન્યુઆરી એટલે કે, આજથી અમલમાં આવશે અને આવતા સરકારી આદેશ સુધી અમલમાં રહેશે. વર્તમાન નિયમો મુજબ, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ અરાઇવલ બાદ કોવિડ ટેસ્ટ માટે તેમના નમૂનાઓ આપવા પડશે અને તેમને એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે અથવા આગામી (કનેક્ટિંગ) ફ્લાઇટમાં બેસવા માટે ટેસ્ટના પરિણામોની રાહ જોવી પડશે. જે લોકોના ટેસ્ટમાં સંક્રમણ હોવાનું માલૂમ પડશે, તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે.

    ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને સાત દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આઠમા દિવસે કરવામાં આવેલ ટેસ્ટનું રિઝલ્ટ એર સુવિધા પોર્ટલ (સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ માટે) પર અપલોડ કરવાનું રહેશે. ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને આગામી સાત દિવસો સુધી પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી પડશે.

    બિન-જોખમી દેશોથી આવતા મુસાફરોએ ઘરે સાત દિવસ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે અને જોખમવાળા દેશોથી આવતા યાત્રીઓ જેનું પાલન કરે છે એ અન્ય દરેક પ્રોટોકોલને ફોલો કરવાનું રહેશે. જોખમ ધરાવતા દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથીયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજીરીયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા પેસેન્જર્સને એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેસ્ટ કરાવવો પડશે.

    આ પણ વાંચો: Corona vaccination: કોરોનાના પ્રકોપ વચ્ચે પહેલા જ દિવસે 10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

    તો જે દેશોને જોખમવાળા દેશોની યાદીમાં નથી રાખવામાં આવ્યા, એ દેશોમાંથી આવતા મુસાફરો (ફ્લાઈટના કુલ યાત્રીઓના બે ટકા)નો એરપોર્ટ પર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને આ માટે કોઈપણ બે ટકા મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે. સંશોધિત માર્ગદર્શિકા મુજબ, દરેક ફ્લાઇટના આ 2 ટકા મુસાફરોની ઓળખ સંબંધિત એરલાઇન દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: બે વર્ષમાં 55 લાખ પર પહોંચ્યો Covid Death આંક, હજી પણ સ્થિતિ ચિંતાજનક

    લેબોરેટરી આ મુસાફરોના સેમ્પલના પરીક્ષણને પ્રાથમિકતા આપશે. દરિયાઈ બંદરથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પણ આ સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. જો કે, આવા મુસાફરો માટે હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની કોઈ સુવિધા નથી. ઉપરાંત, હોમ આઇસોલેશન દરમિયાન આ પ્રવાસીઓના સંપર્કમાં આવતા લોકોએ 14 દિવસ સુધી અલગ રહેવું પડશે.

    તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રી-અરાઇવલ અને પોસ્ટ-અરાઇવલ સ્ક્રીનિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોએ 72 કલાકની અંદર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. દરેક મુસાફરે રિપોર્ટની સત્યતા વિશે ડેકલેરેશન સબમિટ કરવી પડશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, COVID-19, Home Isolation, ઓમિક્રોન, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन