આ શું? કોરોના વાયરસથી બચવાના ચક્કરમાં દુકાનોમાંથી કોન્ડોમ લૂંટવા લાગ્યા લોકો!

News18 Gujarati
Updated: March 4, 2020, 9:53 PM IST
આ શું? કોરોના વાયરસથી બચવાના ચક્કરમાં દુકાનોમાંથી કોન્ડોમ લૂંટવા લાગ્યા લોકો!
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાયરસને લઈ ઉડી અફવાહ

અફવાહના કારણે ઓસ્ટ્રેલિયામાં એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો - કેટલીક જગ્યાએ તો લોકો એકસ્ટ્રા રાશન પણ ખરીદી રહ્યા છે

  • Share this:
મેલબર્ન: કોરોનાવાયરસના ચાલતા પૂરી દુનિયામાં લોકો સેફ રહેવાના પગલા ભરી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 93,000થી વધારે લોકો તેની ચપેટમાં આવી ગયા છે. કોરોનાવાયરસ (coronavirus) ફેલવાની સાથે, તેની સાથે જોડાયેલી કેટલીક અફવાહો પણ ઉડી રહી છે, જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ બની જાય છે. આ બીમારીથી જોડાયેલી આવી જ એક અફવાહના કારણે ઓસ્ટ્રેલિયામાં એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો છે.

ડેલી સ્ટારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં પણ હાલના દિવસોમાં કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા છે. એવામાં ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીમાં સોશિયલ મીડિયા (Social Media) પર આ પ્રકારે અફવાહ ઉડી કે, આંગળીઓમાં કોન્ડોમ પહેરવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. ત્યારબાદ શહેરના કેટલાએ મોટા સ્ટોરમાં કોન્ડોમ ખરીદવાવાળા લોકોની ભીડ ઉમટી પડી. સિડનીની રહેવાસી થનથાઈએ સોશિયલ મીડિયા પર આવા જ એક સ્ટોરનો ફોટો મુકી પ્રશ્ન કર્યો કે, આખરે આ શું થઈ રહ્યું છે?

આ પોસ્ટના જવાબમાં કેટલાએ લોકોએ એ વાત સ્વીકારીકે સોશિયલ મીડિયા પર આ પ્રકારની જાણકારી શેર કરવામાં આવી રહી છે કે, આંગળીમાં કોન્ડોમ પહેરવાથી કોરોનાવાયરસથી બચી શકાય છે. કેટલાએ યૂઝર્સે આરોપ લગાવ્યો છે કે કોન્ડોમ બનાવતી કંપનીઓએ જ આ પ્રકારની અફવાહ ફેલાવી હશે.

ઓસ્ટ્રેલિયામાં ડરનો માહોલ
કોરોનાવાયરસના મામલા સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરોમાંથી આવી તસવીરો સામે આવી છે, જેમાં લોકો એકસ્ટ્રા રાશન પણ ખરીદી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાએ સુપર માર્કેટ્સમાં આવી તસવીરો સામે આવી છે. ઓસ્ટ્રેલિયાઈ સરકાર આ મામલામાં ઘણી ગંભીર છે અને તેણે લોકોને પરેશાન ન થવાની સલાહ આપી માત્ર તકેદારી રાખવાની સલાહ આપી છે.

કોરોનાની ચપેટમાં અત્યાર સુધીમાં 41 લોકોઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક વૃદ્ધાશ્રમમાં કામ કરતી મહિલા કોરોનાવાયરસથી પોઝેટિવ હોવાનો મામલો સામે આવતાની સાથે દેશમાં બુધવાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 41 થઈ ગઈ છે. એ હજુ માલુમ નથી થયું કે, લગભગ 50 વર્ષિય આ મહિલાને કોરોનાવાયરસની અસર કેવી રીતે લાગી. અધિકારીઓએ જણાવ્યું કે, વૃદ્ધાશ્રમમાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને અલગ-અલગ રાખવામાં આવ્યા છે. આ પહેલા કોરોનાવાયરસની ચપેટમાં આવેલા ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિંસેજમાંથી બહાર કાઢવામાં આવેલા 78 વર્ષિય વ્યક્તિની 1 માર્ચે પર્થની એક હોસ્પિટલમાં મોત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં આ સંક્રામક રોગથી મોતનો આ પહેલો મામલો છે.
First published: March 4, 2020, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading