liveLIVE NOW

Coronavirus Live Updates: કોરોનાથી 24 કલાકમાં 40 લોકોનાં જ્યારે દેશમાં અત્યાર સુધી 239 મોત

  • News18 Gujarati
  • | April 11, 2020, 10:24 am
    facebookTwitter
    LAST UPDATED Sat Apr 11 2020

    AUTO-REFRESH

    15:54 (IST)
    કેન્દ્ર સરકારનાં સૂત્રો પ્રમાણે, મહત્તમ રાજ્યોએ પીએમ મોદીને લૉકડાઉન વધારવાનો અનુરોધ કર્યો છે. તેમણે અનુરોધ કર્યો છે તે લૉકડાઉન બે સપ્તાહ માટે વધારવામાં આવે. સરકાર આ અંગે વિચાર કરી રહી છે. 

    14:03 (IST)
      દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદી સાથે વાત કરી. અન્ય સીએમની સાથે તેમણે પણ આજે પીએમને સલાહ આપી કે આખા ભારતમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન કરવામાં આવે.

     

    14:03 (IST)
      દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદી સાથે વાત કરી. અન્ય સીએમની સાથે તેમણે પણ આજે પીએમને સલાહ આપી કે આખા ભારતમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન કરવામાં આવે.

     

    12:57 (IST)
      વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ સમયે મો પર માસ્ક પહેર્યું છે. કોન્ફરન્સિંગમાં લોકડાઉનની અવધિ લંબાવવા પર ચર્ચા થઈ રહી છે. આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરું થવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી 9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે લોકડાઉન 30 એપ્રિલ સુધીમાં દેશભરમાં લંબાવી શકાય છે. 14 એપ્રિલ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વાર દેશને સંબોધન કરી શકે છે. મોદીએ 24 માર્ચે પોતાના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

     


    12:16 (IST)
      મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 1500થી વધી ગયા છે ત્યારે રાજ્યના નવ જીલ્લા કોરોના વાઈરસથી મુક્ત થયા છે. ધુલે, નંદુબાર, સોલાપુર, પરભાની, નાંદેદ, વર્ધા, ભાંડારા, ચંદ્રપુર અને ગડચિરોલીનો સમાવેશ થાય છે. જોકે રાજ્યના 8 જીલ્લામાં કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું.

    12:05 (IST)
      શનિવારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 75, 66 અને 52 વર્ષની વય ધરાવતા ત્રણ લોકોના મોત થયા હતા. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચુક્યા છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા હતા. આ પૈકી બે ડાયાબિટીસ સહિત અન્ય બીમારી ધરાવતા હતા.

    દેશમાં કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓ વધતા જ જઇ રહ્યાં છે. અત્યાર સુધી 6600થી વધુ દર્દીઓ સંક્રમિત થયા છે જ્યારે 227 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં કોરોના વાયરસને કારણે 21 દિવસનું લૉકડાઉન ચાલુ છે. આજે દેશવ્યાપી લૉકડાઉનનો સમયગાળો વધારવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય લઇ શકે છે. તેઓ આ મુદ્દા પર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. આ પહેલા પણ વડાપ્રધાન મુખ્યમંત્રીઓની સાથે મીટિંગ કરી ચૂકયા છે. બુધવારના રોજ તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું, કે તેઓ દેશભરમાં લાગૂ લૉકડાઉનની સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વખત વાત કરશે.

    ટૉપ ન્યૂઝ