Home /News /national-international /

સરકારે કંપનીઓને આપી મોટી રાહત! હવે આ કાયદામાં ફેરફાર કરવાનો લીધો નિર્ણય

સરકારે કંપનીઓને આપી મોટી રાહત! હવે આ કાયદામાં ફેરફાર કરવાનો લીધો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

કોરોના વાયરસના કારણે કેટલીક કંપનીઓને પોતાના કર્મચારીઓને સમયસર સેલરી આપવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે. કોરોના વાયરસના ચાલતા સરકાર હર સંભવ ઉપાય કરી રહી છે

    નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીના આ સંકટમાં કેન્દ્ર સરકારે દેશની કંપનીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. CNBC TV18ના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, કેબિનેટ બેઠકમાં કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે એક મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આનાથી કંપનીઓને 6 મહિના સુધી દેવાળીયું જાહેર કરવાની જાહેરાતથી રાહત મલશે. સરકારે આના માટે ઈન્સોલવેન્સી એન્ડ બેકરપ્સી કોડ(IBC-Insolvency and Bankruptcy Code)માં સંશોધન કર્યું છે. તમને જણાવી દઈએ કે, સરકાર કંપનીઓ માટે રાહતની પણ તૈયારી કરી રહી છે. આ પેકેજ અલગ-અલગ તબક્કામાં આપવામાં આવી શકે છે. સરકાર કોરોના વાયરસના ચાલતા કેટલું નુકશાન થયું, તેની ભરપાઈ કરવાની કોશિસમાં લાગી છે.

    કંપનીઓને મળશે ફાયદો - કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી કેટલીએ કંપનીઓની આવક પર અસર પડી છે. જેથી સરકારના આ પગલાથી કંપનીઓને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કોરોના વાયરસના કારણે કેટલીક કંપનીઓને પોતાના કર્મચારીઓને સમયસર સેલરી આપવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે. કોરોના વાયરસના ચાલતા સરકાર હર સંભવ ઉપાય કરી રહી છે, જેથી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવી શકાય.

    હવે શું થશે - સરકારે સેક્શન 10Aના રૂપમાં નવું સેક્શન 7,9 અને 10ને રદ કરવા માટે 6 મહિના અથવા આગામી આદેશ સુધી રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવી પડશે. આ ક્લોઝ એક વર્ષથી વધારેનું નહીં હોય. CNBCTV18 અનુસાર, બધવારે થયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Central Goverment, Central goverment help, Company, Corona in india, Coronavirus

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन