પાકિસ્તાની PM ઈમરાન ખાને મદદ માટે કરી અરજ, ‘અમને ભૂખમરાથી બચાવો...’

ઈમરાન ખાનની આ અપીલ કોરોનાના બહાને દેવું માફ કરવાનું એક કેમ્પેન પણ માનવામાં આવી રહ્યું છે

ઈમરાન ખાનની આ અપીલ કોરોનાના બહાને દેવું માફ કરવાનું એક કેમ્પેન પણ માનવામાં આવી રહ્યું છે

 • Share this:
  ઈસ્લામાબાદઃ દેવામાં ડૂબેલા પાકિસ્તાન માટે કોરોના વાયરસ (Coronavirus) નવી મુશ્કેલી લઈને આવ્યો છે. લૉકડાઉનના કારણે સમગ્ર દેશમાં તમામ કામ-ધંધા બંધ છે જેના કારણે પાકિસ્તાનમાં હવે ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રવિવાર સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ દેશ અને દુનિયાના નામે એક સંદેશ જાહેર કર્યો જેમાં તેઓએ દુનિયાના દેશોને પાકિસ્તાન (Pakistan)ને ભૂખમરાથી બચાવવાની અપીલ કરી છે. જોકે, ઈમરાનની આ અપીલ કોરોનાના બહાને દેવું માફ કરવાનું એક કેમ્પેન પણ માનવામાં આવી રહ્યું છે.

  ઈમરાન ખાને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં દુનિયાની નાણાકીય સંસ્થાઓને અપીલ કરી છે કે આ સંકટના સમયમાં તેમને પાકિસ્તાન જેવા દેવામાં ડૂબેલા દેશો માટે એક અભિયાન ચલાવવું જોઈએ. આ અભિયાન હેઠળ વિકાસશીલ દેશોનું દેવું માફ કરવું જોઈએ. તેઓએ આગળ કહ્યું કે પાકિસ્તાન જેવા દેવામાં ડૂબેલી અર્થવયવસ્થા કોરોના મહામારીનો મુકાબલો કરવામાં આર્થિક રીતે સક્ષમ નથી. દુનિયાની મોટી સંસ્થાઓને આ દેશની મદદ માટે આગળ આવવું જોઈએ અને દેવા માફીનું અભિયાન શરૂ કરવું જોઈએ.


  આ પણ વાંચો, ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ

  પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ

  નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પાકિસ્તાને પીએમ મોદીએ બનાવેલા સાર્ક કોવિડ-19 ફંડથી કોરોનાથી લડવાના નામે નાણાની માંગ કરી હતી. હવે ઈમરાન ખાને વિશ્વ સમુદાયને અપીલ કરી છે કે જો જલદી પાકિસ્તાનની મદદ નહીં કરવામાં આવી તો લોકો કોરોનાથી નહીં પરંતુ ભૂખથી મરવાનું શરૂ થઈ જશે. ઈમરાન ખાને કહ્યું કે તેઓ યૂનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને એ અરજ કરે છે કે વિકાસશીલ દેશો માટે સહાયતા કરો જેથી તેઓ કોરોના વાયરસના પડકારથી બહાર આવી શકે.

  આ પણ વાંચો, COVID-19: કિચનમાં વપરાતા મસાલાને સૂંઘવાથી પણ જાણી શકાશે કે કોરોના છે કે ફ્લૂ, વૈજ્ઞાનિકોએ યાદી બનાવી
  Published by:Mrunal Bhojak
  First published: