સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો- કોવિશિલ્ડ સુરક્ષિત, ડોઝના કારણે Volunteerને નથી થઈ સાઇડ ઇફેક્ટ

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો- કોવિશિલ્ડ સુરક્ષિત, ડોઝના કારણે Volunteerને નથી થઈ સાઇડ ઇફેક્ટ
સીરમ ઇન્સ્ટિટ્યૂટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, Volunteerની સાથે થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તે વેક્સીનના કારણે નથી થઈ

સીરમ ઇન્સ્ટિટ્યૂટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, Volunteerની સાથે થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તે વેક્સીનના કારણે નથી થઈ

 • Share this:
  Coronavirus Vaccine: દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 94 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન ત્રણ મુખ્ય કંપનીઓ કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં લાગી છે. પુણેની વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum institute of India)ની વેક્સીન પર સવાલ ઊભા થયા હતા. હવે કંપનીએ તેની પર નિવેદન આપ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે કોવિશિલ્ડ (Covishield)ના ટ્રાયલમાં સામેલ વ્યક્તિને ડોઝના કારણે સાઇડ ઇફેક્ટ નથી થઈ. અમારી વેક્સીન સુરક્ષિત છે. આ પહેલા સીરમે ખોટા આરોપ લગાવવાને લઈ Volunteer પર 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ કર્યો છે.

  SIIના હેડ અદાર પૂનાવાલાની કંપનીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, Volunteerની સાથે થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તે વેક્સીનના કારણે નથી થઈ.  આ પણ વાંચો, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે પાર્ટનરશિપ હેઠળ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford Astrazeneca) વેક્સીન પર કામ કરી રહી છે. આ વેક્સીન ટ્રાયલના અંતિમ ચરણ પર છે અને તેની કારગરતાની પૂરી દુનિયામાં ચર્ચા છે. ભારતમાં આ વેક્સીન કોવિશિલ્ડ (Covishield)ના નામથી ઉતારવામાં આવશે.

  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા મુજબ, નોટિસમાં કરવામાં આવેલા આરોપ દુર્ભાગ્યપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તે વ્યક્તિની ચિકિત્સા સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, પરંતુ વેક્સીનના પરીક્ષણની તેમની સ્થિતિનો સાથે કોઈ સંબંધ નથી. કંપનીએ કહ્યું કે તે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધી તકલીફો વિશે ખોટી રીતે વેક્સીનને જવાબદાર ગણાવી રહ્યો છે.

  આ પણ વાંચો, વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ
  મૂળે, કોવિશિલ્ડ વેક્સીનના પરીક્ષણમાં ચેન્નઈમાં ભાગ લેનારા એક 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો કે ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેન્દ્રી સંબંધી સમસ્યા સહિત ગંભીર આડઅસરોનો સામનો કરવો પડ્યો છે. વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તથા અન્યથી પાંચ કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરી છે. તેણે પરીક્ષણ પર રોક લગાવવાની પણ માંગ કરી છે.
  Published by:Mrunal Bhojak
  First published:December 01, 2020, 14:13 pm

  ટૉપ ન્યૂઝ