Corona Vaccination: દેશમાં ડિસેમ્બર સુધીમાં બધાને કેવી રીતે અપાશે વેક્સીન? સમજો સરકારનો સમગ્ર પ્લાન

Corona Vaccination: દેશમાં ડિસેમ્બર સુધીમાં બધાને કેવી રીતે અપાશે વેક્સીન? સમજો સરકારનો સમગ્ર પ્લાન
ભારતને ઓગસ્ટથી ડિસેમ્બરના સમયગાળામાં 8 કં૫નીઓ પાસેથી 216 કરોડ કોરોના વેક્સીનના ડોઝ મળશે

ભારતને ઓગસ્ટથી ડિસેમ્બરના સમયગાળામાં 8 કં૫નીઓ પાસેથી 216 કરોડ કોરોના વેક્સીનના ડોઝ મળશે

  • Share this:
    નવી દિલ્હી. ભારતમાં કોરોનાની બીજી લહેર (Covid-19 Second Wave) નબળી પડવા લાગી છે, પરંતુ ત્રીજી લહેરથી બચવા માટે સરકારે વેક્સીનેશન સ્ટ્રેટજી માં ફેરફાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે જાહેરાત કરી કે 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ મફત વેક્સીનનો ફાયદો મળશે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેના માટે મંગળવારે 44 કરોડ વેક્સીનનો ઓર્ડર પણ આપી દીધો છે. તેમાં 25 કરોડ કોવિશીલ્ડ (Covishield) અને 19 કરોડ કોવેક્સીન (Covaxin) સામેલ છે. સરકારે કંપનીઓને 30 ટકા એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું છે. આ વેક્સીન ત્રણ કંપની ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને બાયોલોજિકલ-ઇ આપશે.

    વેક્સીનને લઈને જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન્સ મુજબ, કેન્દ્ર સરકાર વેક્સીન નિર્માતા કંપનીઓ પાસેથી 75 ટકા વેક્સીન ખરીદીને રાજ્યોને મફતમાં આપશે. સરકારે 74 કરોડ વેક્સીન ડોઝ એડવાન્સમાં બુક કરી દીધા છે. જોકે રાજ્યોને કડક ચેતવણી આપવામાં આવી છે કે તેમણે વેક્સીનના બગાડથી બચવું પડશે. નહીં તો તેની સીધી અસર તેમને મળનારા સપ્લાય પર થશે.



    આ પણ વાંચો, Vaccination Policy India: કેન્દ્ર સરકારે જાહેર કરી સંશોધિત રસીકરણ નીતિ, આ આધારે રાજ્યોને મળશે વેક્સીન

    ક્યાંથી અને ક્યારે થશે 74 કરોડ વેક્સીનની સપ્લાય?

    સ્વાસ્થ્ય મંત્રાલયે સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશીલ્ડના 25 કરોડ ડોઝ અને ભારત બાયોટેકને કોવેક્સીનના 19 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ ડોઝ જૂનથી ડિસેમ્બર સુધી મળી જશે. મંત્રાલયે હૈદરાબાદ સ્થિત વેક્સીન નિર્માતા બાયોલોજિકલ-ઇની સાથે પણ ડિલ કરી છે અને 30 કરોડ વેક્સીન ડોઝ રિઝર્વ રાખવાની વ્યવસ્થા કરી દીધી છે. તેના માટે 1500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધું છે. કંપની ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે વેક્સીનના ડોઝનો સપ્લાય કરી દેશે. સરકારી અનુમાન મુજબ, પહેલી જુલાઈ સુધી વેક્સીનના 53.6 કરોડ ડોઝ મળી જશે.

    આ વેક્સીન સામેલ નથી

    તેમાં રશિયાની સ્પૂતનિક-V, ઝાયડસ કેડિલા, નોવાવેક્સ, જેનોવાની કોરોના વેક્સીન સામેલ નથી. તેમને મંજૂરી મળી ગઈ છે પરંતુ આગળની પ્રોસેસ શરૂ નથી કરવામાં આવી.

    આ પણ વાંચો, UIDAIએ લૉન્ચ કર્યું mAadhaar Appનું નવું વર્જન, ઘરે બેઠા મેળવો આ 35થી વધુ સર્વિસનો લાભ

    ડિસેમ્બર સુધી 8 કંપનીઓ પાસેથી મળશે 216 કરોડ વેક્સીનના ડોઝ

    ભારતને ઓગસ્ટથી ડિસેમ્બરના સમયગાળામાં 8 કં૫નીઓ પાસેથી 216 કરોડ વેક્સીનના ડોઝ મળશે.

    કંપની - વેક્સીન ડોઝની સંખ્યા

    >> કોવિશીલ્ડ- 75 કરોડ
    >> કોવેક્સિન- 55 કરોડ
    >> બાયોલોજિકલ-ઇ- 30 કરોડ
    >> ઝાયડસ કેડિલા- 05 કરોડ
    >> નોવાવેક્સ- 20 કરોડ
    >> ભારત બાયોટેક નેઝલ- 10 કરોડ
    >> જેનોવા- 06 કરોડ
    >> સ્પૂતનિક-V- 15.6 કરોડ

    તેમાં ફાઇઝર, મોર્ડર્ના અને જોનસન એન્ડ જોનસનની વેક્સીન સામેલ નથી. જ્યારે તે આવશે તો આ સંખ્યા 250 કરોડ ડોઝને પર થવાની આશા છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 09, 2021, 07:44 am

    ટૉપ ન્યૂઝ